Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બિલાડી પર અઠવાડિયા સુધી કરાયો ગેન્ગ રેપ, બિલાડીનું મોત

બિલાડી પર અઠવાડિયા સુધી કરાયો ગેન્ગ રેપ, બિલાડીનું મોત

28 July, 2020 11:49 AM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

બિલાડી પર અઠવાડિયા સુધી કરાયો ગેન્ગ રેપ, બિલાડીનું મોત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાકિસ્તાન(Pakistan)ના લાહોર(Lahore) શહેરમાં એક પાળેલી બિલાડી(Pet Cat)ની કહેવાતી રીતે 15 વર્ષના કિશોરે તેના મિત્રો સાથે એક અઠવાડિયા સુધી ગેન્ગ રેપ(Gang Rape) કરવાને કારણે મૃત્યુ(Death) થયું છે. સોશિયલ મીડિયા(Social Media) પર વાયરલ એક ફેસબૂક(Facebook Post) પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે બિલાડી સાથે એ હદ સુધી દુષ્કર્મ કરવામાં આવ્યું કે તેના અંગોપાંગે કામ કરવાનું બંધ કરી દીધું અને તેનું મૃત્યુ થઈ ગયું.

ફેસબૂક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ડૉક્ટરે બિલાડી સાથે રેપની પુષ્ઠિ કરી પણ તેણે આ મામલે પોતાને દૂર રાખવા માટે લેખિતમાં કંઇ પણ આપ્યું નથી. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં બાળકોને સેક્સ એડ્યુકેશનની ખૂબ જ જરૂરિયાત છે પણ મુલ્લા આ બાબતે નફરત કરે છે. આ પ્રકારના પ્રૉગ્રામ અને કાર્યશાળાની આજે ખૂબ જ જરૂરિયાત છે.



પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં લોકો દોષી છોકરાઓ વિરુદ્ધ કઠોર કાર્યવાહીની માગ કરી રહ્યા છે. સાથે જ અધિકારીઓને સ્કૂલની અંદર તત્કાલ સેક્સ એડ્યુકેશન પ્રૉગ્રામ ચલાવવાની માગ કરી રહ્યા છે. આ સિવાય પ્રાણીઓ સાથે રેપ વિરુદ્ધ કાયદો બનાનવાની પણ માગ વધી છે. આ ઘટના પછી ટ્વિટર પર લાહોર ટ્રેન્ડ કરી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2020 11:49 AM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK