પઢેગા ગુજરાત, બઢેગા ગુજરાતઃ રાજ્યની 1200 શાળાઓને મળશે ફ્રી ઈન્ટરનેટ

Updated: Jun 09, 2019, 10:59 IST | ગાંધીનગર

રાજ્યની શાળાઓને ડિજિટલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેના ભાગરૂપે 1200 શાળાઓને ફ્રી ઈન્ટરનેટ સેવાનો લાભ મળશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને મફતમાં અનલિમિટેડ ઈન્ટરનેટ પુરું પાડવાનો નિર્ણય લીધો છે. આ શાળાઓ ઈન્ટરનેટનો ઉપયોગ અભ્યાસ માટે જેવા કે મલ્ટી મીડિયા સેશન અને સ્માર્ટ ક્લાસ એક્ટિવિટી માટે થઈ શકશે.

શિક્ષણ વિભાગના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે, "ક્ષેત્ર પ્રમાણે નોડલ અધિકારીઓની નિમણુંક કરી દેવામાં આવી છે. સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર આ નોડલ અધિકારીઓ નજર રાખશે. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાઓમાં મફત અનલિમિટેડ ઈન્ટરનેટ પુરું પાડવામાં આવશે."

ઈન્ટરનેટના માધ્યમથી વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા જેવા વિષયોને વધારે ઉંડાણેથી સમજવામાં મદદ મળશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને આનાથી ફાયદો થશે જ્યારે શિક્ષકોની અછત છે.

અમદાવાદની 150 સહિત રાજ્યની 1200 શાળાઓને આ યોજનાનો લાભ મળશે. આ પહેલા પણ શિક્ષણ વિભાગે આવી પહેલ કરી હતી. જેમાં શાળાઓને મફતમાં કમ્પ્યુટર્સ આપવામાં આવ્યા હતા. જો કે ઈન્ટરનેટ કનેક્ટિવિટી ન હોવાના કારણે તેની ધારી અસર નહોતી થઈ.

આ પણ વાંચોઃ ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 2020માં 5મી માર્ચે યોજાશે

અધિકારીના કહેવા પ્રમાણે, "ઘણી શાળાઓમાં શિક્ષકોને જ કમ્પ્યુટર નહોતું આવડતું જ્યારે અનેક શાળાઓમાં ઈન્ટરનેટ ન હોવાના કારણે કમ્પ્યુટર વપરાશ વગરના પડ્યા રહ્યા હતા. આજે તો સ્માર્ટફોન્સના કારણે તમામ લોકોને કમ્પ્યૂટર અને ઈન્ટરનેટનો વપરાશ કરતા આવડી ગયું છે."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK