આજે સંત નિરંકારી સમાગમનું ઑનલાઇન આયોજન સંપન્ન

Published: 7th January, 2021 10:35 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

મહામારી સામેની લડતમાં નિરંકારી ભવનને કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવ્યું હતું

સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ
સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ

કોવિડ-19ની મહામારીના સમયમાં ૫, ૬ અને ૭ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ માનવતાના આધ્યાત્મિક કેન્દ્રના ૭૩મા વાર્ષિક સંત નિરંકારી સમાગમનું વર્ચ્યુઅલ ફૉર્મેટમાં આયોજન કરવામાં આવ્યું હતું.

છેલ્લા ૭૨ વાર્ષિક નિરંકારી સમાગમની જેમ જ આ ૭૩મો નિરંકારી સમાગમ પણ સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજના માર્ગદર્શન અને દૈવી આશીર્વાદની નિશ્રામાં કરવામાં આવ્યો હતો.

સમાગમના આયોજનનો મૂળ હેતુ સાર્વત્રિક ભાઈચારાની ભાવનાને વિકસિત કરવાનો તેમ જ શાંતિપૂર્ણ સહિયારા અસ્તિત્વની સાથે રોજિંદા જીવનમાં મનુષ્યના સ્વભાવમાં સત્ય, પ્રેમ અને એકતાના ગુણોનું સિંચન કરે એવા માનવ સમાજનું નિર્માણ કરવાનો છે.

દર વર્ષે યોજાતા આ સમારોહમાં રેવ. મોહિની આહુજાજી, ઝોન-૪૩ના ઝોનલ ઇન્ચાર્જના આશીર્વાદ મેળવવા તેમ જ સમાલખા હરિયાણાસ્થિત સતગુરુ માતાજીનાં આશીર્વાદ મેળવવા, આંધ્ર પ્રદેશ અને તેલંગણના સેંકડો ભક્તો નિરંકારી આધ્યાત્મિક પરિસરમાં યોજાતા વાર્ષિક નિરંકારી સમારોહમાં હાજર રહ્યા હતા.

કોવિડ-19ની મહામારીમાં સંત નિરંકારી મિશને કરિયાણાનું વિતરણ, સામૂહિક ભોજન તથા રક્તદાન એમ સંભવતઃ તમામ પ્રકારે સમાજને સહાયરૂપ થવાની કોશિશ કરી છે. મહામારી સામેની લડતમાં નિરંકારી ભવનને કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK