Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > લૉન્ડ્રી ચલાવતા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં કાર્યવાહી

લૉન્ડ્રી ચલાવતા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં કાર્યવાહી

03 April, 2020 02:12 PM IST | Mumbai Desk

લૉન્ડ્રી ચલાવતા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં કાર્યવાહી

લૉન્ડ્રી ચલાવતા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં કાર્યવાહી


શહેર અને જિલ્લામાં કોરોના પૉઝિટિવનો આંકડો ૧૨ પર પહોંચ્યો છે જેમાંના એકનું મૃત્યુ થયું છે. બે દિવસ પહેલાં રાંદેર વિસ્તારમાં લૉન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. લૉન્ડ્રીના કારણે મોટી સંખ્યામાં લોકો સંપર્કમાં આવ્યા હોવાની શંકાને લઈને આખા રાંદેર વિસ્તારને માસ ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યો છે. આ ગુજરાતનું સૌથી મોટું માસ ક્વૉરન્ટીન હોવાનું માનવામાં આવે છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા રાંદેરનો એક કિલોમીટરનો વિસ્તાર બૅરિકેડથી બંધ કરી ૧૬ હજારથી વધુ ઘરોનો ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવ્યો છે. હાલ ૫૦ હજારથી વધુ લોકો હોમ ક્વૉરન્ટીનમાં છે.

રાંદેરના ૬૭ વર્ષના વૃદ્ધ લૉન્ડ્રી ચલાવે છે. થોડા દિવસથી તેમને શરદી, ખાંસી, તાવ હોવાથી પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ થયા હતા જ્યાં તેમને શંકાસ્પદ લક્ષણો જણાતાં સૅમ્પલ લઈ રિપોર્ટ કરાયો હતો જે સોમવારે પૉઝિટિવ આવ્યો હતો. વૃદ્ધનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો હતો અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું હતું. આરોગ્ય વિભાગે વૃદ્ધ અને તેમના સંપર્કમાં આવેલાં પત્ની, સાળો, ભત્રીજો તેમ જ પ્રાઇવેટ ડૉક્ટર અને તેમના સ્ટાફ સહિત પાંચને ક્વૉરન્ટીન કરી દીધા છે, જ્યારે આ વૃદ્ધ લૉન્ડ્રી ચલાવતા હોવાના કારણે અનેક ગ્રાહકો પણ તેમના સંપર્કમાં આવ્યા હોવાથી આરોગ્ય વિભાગના તબીબોએ તેમનાં નામો પૂછ્યાં હતાં, પરંતુ તેઓ નામ જાણતા ન હોવાથી પાલિકા દ્વારા વિસ્તારમાં સર્વે શરૂ કરાવ્યો છે. ત્યાર બાદ રાંદેર વિસ્તારને માસ ક્વૉરન્ટીન કરી દેવાયો છે.
રાંદેરમાં મળેલા પૉઝિટિવ કેસને લઈને તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટરી ન હોવાથી તેમના રહેઠાણ આસપાસ એક કિલોમીટર વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવ્યો છે. સાથે જ એક કિલોમીટરના વિસ્તારમાં બૅરિકેડ પણ મૂકી દેવામાં આવ્યાં છે અને રેડ ફ્લૅગ પણ લગાવવામાં આવ્યો છે. માસ ક્વૉરન્ટીનના કડક અમલ માટે પોલીસ પણ તહેનાત કરી દેવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2020 02:12 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK