Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લાંબા વાળને કારણે 2 દિકરીઓની માતાને લગ્નનાં માગાં આવે છે

લાંબા વાળને કારણે 2 દિકરીઓની માતાને લગ્નનાં માગાં આવે છે

24 December, 2019 09:54 AM IST | Ukraine

લાંબા વાળને કારણે 2 દિકરીઓની માતાને લગ્નનાં માગાં આવે છે

લાંબા વાળના લીધે 2 દિકરીઓની માતાને લગ્નનાં માગાં આવે છે

લાંબા વાળના લીધે 2 દિકરીઓની માતાને લગ્નનાં માગાં આવે છે


યુક્રેનના ઓડેસા શહેરમાં રહેતાં એલેના ક્રૅચેન્કો નામનાં ૩૪ વર્ષનાં બહેન તેમનાં લાંબા વાળને કારણે પોતાના સોશ્યલ સર્કલ અને સોશ્યલ મીડિયામાં જબરાં ફેમસ છે. પાંચ વર્ષની ઉંમરથી તેણે વાળ કાપવાનું બંધ કરી દીધું હતું એને કારણે હાલમાં તેના વાળ લગભગ છ ફૂટ જેટલા લાંબા થઈ ગયા છે. લાંબા વાળને લહેરાવીને તે જાતજાતના ફોટોગ્રાફ્સ પાડે છે અને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મૂકતી રહે છે. બહેનનું માનવું છે કે સ્ત્રીની સુંદરતા તેના સુંદર અને લાંબા વાળમાં જ રહેલી છે એટલે તે કદી વાળ કપાવીને ટૂંકા નહીં કરાવે. ઇન્ટાગ્રામ પર તેના હજારો ફૉલોઅર્સ બની ગયાં છે અને તેની સુંદરતા પર વારી જઈને લગ્નની પ્રપોઝલ્સ મોકલે છે. અલબત્ત, એ માટે કદાચ તેનાં લાંબા વાળ જ નહીં, ઘાટીલું ફિગર પણ એટલું જ જવાબદાર હશે. કેમ કે તેણે બે જોડિયાં દીકરીઓને જન્મ આપ્યા પછી પણ શરીરને સરસ મેઇન્ટેઇન રાખ્યું છે. લાંબા વાળની સંભાળ પાછળ પણ તેણે ઘણો સમય ફાળવવો પડે છે. રોજ વીકમાં એક વાર તેને વાળ ધોવાના હોય છે અને એ વખતે એક કલાકનો સમય જાય છે. વાળમાં ગૂંચ ન પડી જાય એ માટે તે દિવસમાં બે વાર કાંસકો ફેરવીને એને સ્મૂધ રાખે છે. હવે એના વાળ એટલા લાંબા થઈ ગયા છે કે ક્યારેક બેસીને ઊભા થતી વખતે તેને પોતાના જ વાળ પણ પગ મુકાઈ જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2019 09:54 AM IST | Ukraine

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK