જ્યારે ટાલિયાએ પત્ની સાથે પડાવ્યો આવો ફોટો, લોકો થયા હસીને લોટપોટ

Published: Jul 30, 2020, 11:22 IST | Agencies | Mumbai

હાલ સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે લોકોને ઘણો પંસદ આવી રહ્યો છે. જે જોઈને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો.

પતિ-પત્નીનો ફની વીડિયો ક્લિપ
પતિ-પત્નીનો ફની વીડિયો ક્લિપ

લોકો સોશિયલ મીડિયા પર ફૅમસ થવા માટે નવી-નવી તરકીબ અપનાવતા હોય છે અને કોરોના વાઈરસના લીધે બધા પોતાના ઘરમાં કેદ છે એટલે બધા ફ્રી સમયમાં નવા-નવા અખતરા કરતા હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે લોકોને ઘણો પંસદ આવી રહ્યો છે. હંમેશા જોવા મળે છે કે જેના માથા પર વાળી નથી હોતા, તેઓ ફોટો ખેંચવામાં ઘણા અચકાય જાય છે. પરંતુ આ માણસે પત્ની સાથે ફોટો ક્લિક કરવાનો એક મસ્ત આઈડિયા અપનાવી છે. જે જોઈને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. આ ફની વીડિયોને ઈન્ડિયન ફૉરેસ્ટ સર્વિસનો ઑફિસર સુશાંત નંદાએ શૅર કર્યો છે. વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે આ માણસના માથે વાળ નથી, પરંતુ એ એવી રીતે ફોટો ક્લિક કરાવી રહ્યો છે, જેમાં એના માથા પર વાળ નજર આવી રહ્યા છે. એણે પત્નીના વાળને પોતાના માથા પર રાખી દીધી અને ફોટો ખેંચાવ્યો છે. ફોટો ક્લિક થયા બાદ તે જેમ દૂર જાય છે ત્યારે પત્નીના વાળ એના માથાથી નીચે પડી જાય છે અને પછી તેની ટાલ દેખાઈ જાય છે.

સુશાંત નંદાએ ફની વીડિયો શૅર કરતા લખ્યું, ટાલથી છૂટકારો મેળવવાનો આ ઉત્તમ રસ્તો છે કે તમે તમારી પત્નીને પ્રેમ કરો.

આ વીડિયોને એમણે ટ્વિટર પર 29 જૂલાઈની રાતે શૅર કર્યો હતો, જેના અત્યાર સુધી 12 હજારથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ 1200 લાઈક્સ અને 179થી વધારે લોકો આ ટ્વિટને રી-ટ્વિટ્સ અને કમેન્ટ્સ કરી ચૂક્યા છે. લોકોને આ વીડિયો ઘણો ફની લાગી રહ્યો છે. લોકો આ વીડિયો પર જાત-જાતના રિએક્શન આપી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK