હાઇકિંગ અને બિયર ખૂબ પસંદ હોય એવા લોકોને મળશે આટલા લાખની નોકરી

Published: Jun 03, 2020, 07:48 IST | Gujarati Mid-day Correspondent | Virginia

વર્જિનિયાના લેક્ઝિંગટનની એક બ્રુઇંગ કંપનીએ ૨,૦૦૦ ડૉલર (અંદાજે ૧૫ લાખ રૂપિયા)ના વળતર સાથે ચીફ હાઇકિંગ ઑફિસરની વેકેન્સીની જાહેરાત આપી છે.

બ્રુઅરી
બ્રુઅરી

વર્જિનિયાના લેક્ઝિંગટનની એક બ્રુઇંગ કંપનીએ ૨,૦૦૦ ડૉલર (અંદાજે ૧૫ લાખ રૂપિયા)ના વળતર સાથે ચીફ હાઇકિંગ ઑફિસરની વેકેન્સીની જાહેરાત આપી છે. જેમને હાઇકિંગ અને બિયર ખૂબ પસંદ હોય એવા ઉમેદવારને આ વિશિષ્ટ જૉબની ઑફર આપવામાં આવી છે. જેની અરજી મંજૂર કરવામાં આવે એ અરજદારને ચીફ હાઇકિંગ ઑફિસરનું બિરુદ આપીને ૨૦૨૧માં ૨૨૦૦ માઇલ્સ ઉપરના ઠેકાણે પ્લેન કે હેલિકૉપ્ટરમાં મોકલવામાં આવશે. હાઇકરે આવતા વર્ષના મે મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી આખા રસ્તા પર નિશાની ગોઠવવાની રહેશે. એને માટે હાઇકરને બ્રુઅરી તરફથી એક સાધન પણ આપવામાં આવશે. તેને બિયરની ઢગલાબંધ પાર્ટીઓ પણ આપવામાં આવશે. કંપનીની વેબસાઇટ પરની ઍપ્લિકેશનમાં પર્સનલ ઇન્ફર્મેશન, પ્રૂફ ઑફ સોશ્યલ મીડિયા અથવા બ્લૉગિંગ સૅવી અને અરજદાર એ હોદ્દા પર શા માટે કામ કરવા ઉત્સુક છે એ સમજાવતો વિડિયો માગવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK