પાળેલી બિલાડીનાં બચ્ચાં માટે બનાવ્યાં ટ્વિન બેડ
ટ્વિન બેડ
સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર મોડ ફિજિટ નામની યુઝર નેટિઝને તેની પાળેલી બિલાડીઓ માટે બનાવેલા બેડરૂમના ફોટોગ્રાફ્સ શૅર કર્યા છે.
ADVERTISEMENT
ટ્વિન બેડ સાથેના બેડરૂમની એ તસવીરો જોઈને અન્યોએ પણ તેમનાં પાળેલાં પશુઓ માટે જુદા બનાવેલી અને ફાળવેલી રૂમ્સના ફોટોગ્રાફ્સ ટ્વિટર પર શૅર કર્યા છે. ૧૮ ઑક્ટોબરે પોસ્ટ કરેલા વિડિયોને અત્યાર સુધીમાં ૫.૩ લાખ લાઇક્સ મળી છે. મૉડ ફિજિટની આ પોસ્ટ ખૂબ વાઇરલ થઈને રીટ્વિટ થઈ રહી છે. ખાસ કરીને પશુઓ પાળવાના શોખીનોમાં અત્યંત લોકપ્રિય થવા ઉપરાંત પ્રેરણારૂપ પણ બની છે.