આ મહિલા છેલ્લાં 40 વર્ષમાં 150000 સૉફ્ટ ડ્રિન્ક્સનાં કૅન ગટગટાવી ગઈ

Published: May 12, 2020, 08:13 IST | Gujarati Mid-day Correspondent | South Africa

રોજ સૉફ્ટ-ડ્રિન્ક્સ પીવું એ મોતને આમંત્રણ આપવા સમાન છે એમ માનનારાઓએ ૭૪ વર્ષની આ મહિલાને મળવું જોઈએ જે છેલ્લા ચાર દસકાથી સૉફ્ટ ડ્રિન્ક્સ પર જ જીવી રહી છે.

આ મહિલા દરરોજ 10 કેન સોફ્ટ ડ્રિન્ક્સ પીવે છે
આ મહિલા દરરોજ 10 કેન સોફ્ટ ડ્રિન્ક્સ પીવે છે

રોજ સૉફ્ટ-ડ્રિન્ક્સ પીવું એ મોતને આમંત્રણ આપવા સમાન છે એમ માનનારાઓએ ૭૪ વર્ષની આ મહિલાને મળવું જોઈએ જે છેલ્લા ચાર દસકાથી સૉફ્ટ ડ્રિન્ક્સ પર જ જીવી રહી છે.

સાવ એવું પણ નથી કે તે યુવાન વયથી જ સૉફ્ટ ડ્રિન્કની લતે ચડી ગઈ હતી. વાસ્તવમાં તે ૩૪ વર્ષની હતી જ્યારે તેના પતિનું મૃત્યુ થયું હતું. એના આઘાતમાં તે સૉફ્ટ ડ્રિન્ક તરફ વળી ગઈ હતી. ત્યાર બાદ એક અકસ્માતમાં તેના પુત્રનું પણ મૃત્યુ થયું અને તે વધુ ને વધુ સૉફ્ટ ડ્રિન્ક તરફ વળતી ગઈ.

આ મહિલાનું કહેવું છે કે છેલ્લાં ૪૦ વર્ષથી હું દરરોજ સરેરાશ ૧૦ કેન સૉફ્ટ ડ્રિન્ક પીઉં છું.

લાંબા સમય સુધી શુગર ધરાવતાં સૉફ્ટ ડ્રિન્ક્સ પીવાથી આરોગ્યલક્ષી સમસ્યા થવી સંભવ છે એમ મનાય છે, પણ આ મહિલા શરીરે સુડોળ છે તેમ જ તેનું સ્વાસ્થ્ય પણ સારું છે. તેનું કહેવું છે કે સૉફ્ટ ડ્રિન્ક મારા માટે સંજીવનીની ગરજ સારે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK