Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ખાસ પ્રકારનું ચીઝ સ્વીડનના એક ગામ સિવાય બીજે ક્યાંય બનતું જ નથી

આ ખાસ પ્રકારનું ચીઝ સ્વીડનના એક ગામ સિવાય બીજે ક્યાંય બનતું જ નથી

03 December, 2019 09:15 AM IST | Sweden

આ ખાસ પ્રકારનું ચીઝ સ્વીડનના એક ગામ સિવાય બીજે ક્યાંય બનતું જ નથી

આ ચીઝ છે ખાસ

આ ચીઝ છે ખાસ


સ્વીડનમાં  ‘ચીઝનો સમ્રાટ’ મનાતી વેસ્ટરબોટેન્સોસ્ટ પ્રકારની ચીઝ એના બેજોડ સ્વાદ અને ક્રીમી ટેક્સચરને લીધે લોકપ્રિય છે. સ્વીડિશ લોકો આ ચીઝના સ્વાદના એટલા દીવાના છે કે અન્ય ચીઝ કરતાં બમણી કિંમત હોવા છતાં જ્યારે પણ આ ચીઝ મળે તો દરેક વસ્તુ પર તેઓ એનો ઉપયોગ કરે છે. સ્વીડનના બર્ટરસ્ક નામના ગામની એક નાની ફૅક્ટરીમાં આ ચીઝનું ઉત્પાદન થાય છે અને અન્યત્ર તેએનું ઉત્પાદન શરૂ કરવાની અનેક કોશિશ છતાં સફળતા મળી શકી નથી.
આ જ ગામમાં આટલું સ્વાદિષ્ટ ચીઝ કેમ બને છે એનો જવાબ તો કોઈ પાસે નથી, પણ આ ગામની ધરતી અને હવામાનની અસર અમુક ખોરાક કે પીણા પર પડતી હોવાનું મનાય છે. વેસ્ટરબોટેન્સોસ્ટ ચીઝ એક નાની ડેરી ફૅક્ટરીમાં તૈયાર કરાય છે. અન્યત્ર આ ચીઝનું ઉત્પાદન કરવાની કોશિશ થઈ હતી, પણ એનો સ્વાદ એટલો સારો નથી હોતો.

આ પણ જુઓઃ Devoleena Bhattacharjee: 'ગોપી વહુ'નો આ અવતાર ઉડાવી દેશે તમારા હોશ



કેટલાક માને છે કે આ ક્ષેત્ર પર પડેલી એક ઉલ્કાએ બર્ટરસ્ક નજીક તળાવ બનાવ્યું હતું અને કૅલ્શિયમથી જમીનને સમૃદ્ધ બનાવ્યું હતું, જેની અસર આ ગામના દૂધ અને એમાંથી બનતા પનીરમાં ફેરવાયેલ ચીઝને સ્વાદમાં આટલું સમૃદ્ધ કરે છે. અન્ય લોકોના મતે ચીઝને મૅચ્યોર થવા માટે આપવામાં આવતી ૧૪ મહિનાની શેલ્ફ લાઇફને કારણે, તો બીજા કેટલાકના મતે ડેરી ફૅક્ટરીમાંની કોઈક વનસ્પતિને લીધે એ આટલું સ્વાદિષ્ટ હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2019 09:15 AM IST | Sweden

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK