બ્રિજ સાથેનાં લગ્નની છઠ્ઠી ઍનિવર્સરી મનાવી આ બહેને

Published: May 21, 2019, 10:50 IST | સિડની

તમે બરાબર વાંચ્યું. આ મૂળે ઑસ્ટ્રેલિયાના ‌સિડનીમાં રહેતાં જોડી રોઝ નામનાં બહેને એક બ્રિજ સાથે લગ્ન કર્યાં છે.

બ્રિજ સાથે લગ્નની છઠ્ઠી ઍનિવર્સરી મનાવી આ બહેને
બ્રિજ સાથે લગ્નની છઠ્ઠી ઍનિવર્સરી મનાવી આ બહેને

તમે બરાબર વાંચ્યું. આ મૂળે ઑસ્ટ્રેલિયાના ‌સિડનીમાં રહેતાં જોડી રોઝ નામનાં બહેને એક બ્રિજ સાથે લગ્ન કર્યાં છે. ફ્રાન્સના કેરેટ શહેરમાં ટેચ નદી પર આવેલા ધ ડેવિલ્સ બ્રિજ તરીકે ઓળખાતા ૧૪મી સદીના પથ્થરના સેતુબંધ સાથે જોડી રોઝ નામનાં બહેને ૨૦૧૩માં લગ્ન કર્યાં હતાં. જ્યારે તે ફ્રાન્સ ફરવા આવેલી ત્યારે તેને આ બ્રિજ બહુ ગમી ગયેલો. તેણે નક્કી કરેલું કે પરણશે તો તે આ બ્રિજને જ. અને ખરેખર તેણે પોતાના ૧૪ મિત્રોની હાજરીમાં આ બ્રિજ પાસે આવીને લગ્ન કર્યાં પણ ખરાં. બ્રાઇડના સાજશણગાર સાથે તેણે ધ ડેવિલ્સ બ્રિજની પાળીને એક મોટી રિંગ પહેરાવી હતી અને પોતાની આંગળીમાં પણ ‌રિંગ પહેરી હતી. એ રિંગ હજીયે તેની આંગળીઓમાં શોભે છે.

આ પણ વાંચો : જન્મથી જ હાથ નથી એવી મહિલાએ મેળવ્યું પ્લેન ઉડાડવાનું લાઇસન્સ

જોડીબહેનનું કહેવું છે કે એક હસબન્ડમાં હોવા જોઈએ એ તમામ ગુણ બ્રિજમાં છે. એ ગુણ કયા? તો કહે છે કે પતિ આ બ્રિજ જેવો જ અડગ મજબૂત, વિશ્વનીય સેન્સ્યુઅલ, માયાળુ અને હૅન્ડસમ હોવો જોઈએ. ફ્રાન્સમાં આ પ્રકારનાં લગ્ન કાનૂની નથી ગણાતાં છતાં જોડીબહેને આ લગ્નને પોતાની રીતે કાયમી માની લીધાં છે અને તાજેતરમાં ૬ વર્ષ પહેલાંનાં લગ્નની યાદો તાજી કરીને ઍનિવર્સરી પણ મનાવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK