દુબઈ ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ સેન્ટરમાં બૉમ્બે બરો નામની રેસ્ટોરાં છે. એમાં માંસાહારના શોખીનો માટે સ્વાદિષ્ટ બિરયાની પીરસાય છે. બૉમ્બે બરોએ સ્પેશ્યલ ઍનિવર્સરી સેલિબ્રેશનના ભાગરૂપે ગ્રાહકોને રૉયલ ગોલ્ડ બિરયાની પીરસવાની શરૂઆત કરી હતી. એ બિરયાનીની કિંમત ૧૦૦૦ દિરહામ (અંદાજે ૧૯,૭૪૩ રૂપિયા) છે. દુબઈમાં જાણીતી એ વાનગી આજે પણ બેહદ લોકપ્રિય છે. મોંઘી કિંમત અને લોકપ્રિયતાનું કારણ એમાં ભેળવાતો ૨૩ કૅરેટ ખાદ્ય સોનાનો વરખ છે. જે ગ્રાહકે રૉયલ ગોલ્ડ બિરયાની મગાવી હોય તેમને સર્વ કરવા આવતા પીરસણિયાઓ પણ ગોલ્ડન એપ્રન અને ગોલ્ડન ગ્લવ્ઝ પહેરીને આવે છે. એમાં બિરયાનીમાં વપરાતા ભારતના ચાર પ્રદેશોના ચાર વિશિષ્ટ પ્રકારના ચોખા વપરાય છે. મુગલાઈ કોફ્તા, મલાઈ ચિકન રોસ્ટ અને લેમ્બ ચોપ્સ જેવી માંસાહારી વરાઇટીઓ અનોખી સોડમવાળા ભાતમાં ભેળવીને એમાં ‘રૉયલ ગોલ્ડ’ની વિશેષતા ઉમેરવાની પ્રોસીજર પણ અલગ પ્રકારની છે. એની સાથે પીરસાતું રાયતું પણ અલગ સ્વાદનું હોય છે.
15 વર્ષની છોકરીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું, આ છે એની પાછળનું કારણ
27th February, 2021 16:04 ISTઆ ટીનેજરે બનાવેલું પોતાનું સ્કેચ જોઈને ખુશ થયેલા વડા પ્રધાને તેને પત્ર લખ્યો
24th February, 2021 07:27 ISTભાઈસાહેબે ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા ઊંચી જાતનું ઊંટ ચોર્યું
20th February, 2021 08:23 ISTબે વર્ષના ટાબરિયાએ કૅન્સરના દરદીઓ માટે વાળનું દાન કર્યું
6th February, 2021 13:16 IST