Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ અનોખા ચિ‌ત્રકારના ચિત્રોની જબરી ડિમાન્ડ છે

આ અનોખા ચિ‌ત્રકારના ચિત્રોની જબરી ડિમાન્ડ છે

31 July, 2020 07:09 AM IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ અનોખા ચિ‌ત્રકારના ચિત્રોની જબરી ડિમાન્ડ છે

રેકુન

રેકુન


ઉત્તર અમેરિકામાં જોવા મળતું પૂંછડીવાળું રીંછ જેવું નાનું પ્રાણી રેકુન તરીકે ઓળખાય છે. આ પ્રાણીઓને ઘણા લોકો પાળીને પોતાના ઘરમાં પણ રાખે છે. નવાઈની વાત એ છે કે હવે આ પ્રાણીમાં આર્ટની સમજ પણ વિકસવા માંડી છે. ઇન્સ્ટાગ્રામ પર એક નેટિઝને પોતે પાળેલા પાઇપર નામના રેકુનની કળાનું પ્રદર્શન કર્યું છે. પાઇપર એક મજાનો પેઇન્ટર છે અને પાછું પોતાના પેઇન્ટિંગ સાથે એ પોઝ પણ એક ચિત્રકારની અદાથી આપે છે. એ કઈ રીતે પેઇન્ટિંગ કરે છે એની તો ખબર નથી પડી, પણ ફાઇનલ પ્રોડક્ટ ઘણી મજાની છે. પાઇપરનાં પેઇન્ટિંગ્સને હજારો લાઇક્સ મળી છે અને એને ખરીદવા પણ લોકો તૈયાર છે.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2020 07:09 AM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK