300 વર્ષ જૂની ફૂલદાની 4.4 કરોડ રૂપિયામાં વેચાઈ
300 વર્ષ જૂની ફૂલદાની
બ્રિટનમાં હર્ટફૉર્ડશાયરની એક ચૅરિટી શૉપમાંથી એક ભાઈએ ચીની ફૂલદાની એક પાઉન્ડ એટલે કે લગભગ ૯૦ રૂપિયામાં ખરીદી હતી. એ વખતે ખરીદનારને ફુલદાની કેટલી અમૂલ્ય છે એનો અંદાજો નહોતો. થોડાક દિવસ પછી તેણે આ ફૂલદાની eBay પર વેચવા કાઢી. એની તસવીરો જોઈને તેને ઘણી ઑફરો મળવા લાગી. લોકોએ આ ખરીદવામાં જે ઉત્સાહ દેખાડ્યો એ જોતાં તેમણે હરાજી કરવા કાઢી. સ્ક્વૉર્ડસ ફાઇન આર્ટ ઑક્શન હાઉસમાંથી આ ફૂલદાની ટૅક્સ સહિત કુલ ૪.૪ કરોડ રૂપિયામાં વેચાઈ હતી.
આ પણ વાંચો: એક્ઝામના સ્ટ્રેસથી બચવા યુનિવર્સિટીએ મેડિટેશન માટેની કબર બનાવી
ADVERTISEMENT
પીળા રંગની આ ફૂલદાની ૧૮મી સદીમાં થઈ ગયેલા ચીની સમ્રાટ કિયાનલોન્ગના જમાનાની એટલે કે લગભગ ૧૭૩૫થી ૧૭૯૫ના સમયની હતી.