Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > તમે જોયો ગોલ્ડ ને ડાયમન્ડ જડિત માસ્ક, કિંમત છે 11 કરોડ રૂપિયા

તમે જોયો ગોલ્ડ ને ડાયમન્ડ જડિત માસ્ક, કિંમત છે 11 કરોડ રૂપિયા

11 August, 2020 07:02 AM IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમે જોયો ગોલ્ડ ને ડાયમન્ડ જડિત માસ્ક, કિંમત છે 11 કરોડ રૂપિયા

તમે જોયો ગોલ્ડ ને ડાયમન્ડ જડિત માસ્ક

તમે જોયો ગોલ્ડ ને ડાયમન્ડ જડિત માસ્ક


જ્યારથી કોરોના વાઇરસ આવ્યો અને એને કારણે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે ત્યારથી ફૅશન-ડિઝાઇનરો અને જ્વેલરી-ડિઝાઇનરોની ક્રીએટિવિટી સોળે કળાએ ખીલી રહી છે. સૌથી પહેલાં પુણેના એક ભાઈ સોનાનો માસ્ક પહેરીને લાઇમલાઇટમાં આવ્યા હતા. એ પછી સુરતના એક જ્વેલરે સોના-ચાંદી અને ડાયમન્ડથી જડેલા માસ્ક બનાવ્ય હતા ‍જે લોકો લગ્નપ્રસંગમાં પહેરવા માટે વાપરી રહ્યા છે. ગયા મહિને કોઇમ્બતુરમાં એક ઝવેરીએ ૨.૭૫ લાખ રૂપિયાનો હીરાજડિત માસ્ક બનાવેલો. જોકે ઇઝરાયલ કંપનીએ બનાવેલા મોંઘોદાટ માસ્કની સામે તો આ કંઈ જ નથી. ઇઝરાયલના એક જ્વેલરે ૧૮ કૅરૅટના વાઇટ ગોલ્ડની ઉપર ૩૬૦૦ વાઇટ અને બ્લૅક ડાયમન્ડ જડીને એક યુનિક માસ્ક તૈયાર કર્યો છે. આ માસ્કની કિંમત ૧.૫ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૧૧ કરોડ રૂપિયા છે. આ માસ્કની અંદર N99 ફિલ્ટર પણ જોડવામાં આવ્યું છે. અલબત્ત, હજી આ માસ્ક ઘડાઈ રહ્યો છે. જ્વેલરી કંપનીના માલિક આઇઝેક લેવીનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં માસ્ક પૂરેપૂરો તૈયાર થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2020 07:02 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK