Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > છોકરીએ છોકરાને કરી એવી Kiss, કે છોકરો હંમેશા માટે થઈ ગયો ગૂંગો, વાંચો

છોકરીએ છોકરાને કરી એવી Kiss, કે છોકરો હંમેશા માટે થઈ ગયો ગૂંગો, વાંચો

26 February, 2021 01:05 PM IST | Scotland
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

છોકરીએ છોકરાને કરી એવી Kiss, કે છોકરો હંમેશા માટે થઈ ગયો ગૂંગો, વાંચો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છોકરા અને છોકરી વચ્ચે Kiss કરવી એ સામાન્ય વાત છે. પરંતુ એક પ્રેમી-કપલ વચ્ચે એવી રીતે Kiss થઈ કે વિશ્વભરમાં આ Kissનો કિસ્સો ચર્ચાઈ રહ્યો છે. શું તમે એવું ક્યારે સાંભળ્યું છે કે Kiss કર્યા બાદ છોકરો ગૂંગો થઈ ગયો. હાં આ વાત સાંભળીને જરુર આશ્ચર્યમાં મૂકાય જશો. છોકરીએ છોકરાને એવી રીતે Kiss કરી કે તે હવે ક્યારે પણ બોલી નહીં શકે. આ કિસ્સો દુનિયાભમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

આ મામલો સ્કૉટલેન્ડનો છે. સ્કૉટલેન્ડની રાજદાની એડિનબર્ગમાં આ સનસનાટીભર્યો અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં અહીં જેમ્સ મેકેન્ઝી અને છોકરી બેથની રિયાન વચ્ચોનો છે. જેમ્સ મેકેન્ઝી નામના 27 વર્ષના યુવકનો બેથની સાતે રસ્તા પર ઝઘડો થયો હતો.



લાંબા સમય સુધી બન્નેનો ઝઘડો રસ્તા પર ચાલી રહ્યો હતો. ત્યાર બાદ અચાનક છોકરીએ છોકરાને Lips Kiss કરવાનું શરૂ કરી દીધું. ઝઘડા વચ્ચે છોકરી દ્વારા કિસ છોકરા માટે પણ આઘાતજનક રહ્યું હતું. છોકરી થોડીવાર માટે છોકરાને કિસ કરી રહી હતી.


છોકરીએ કિસ કરતા દરમિયાન એવું કર્યું કે છોકરાનાં હોંશ ઉડી ગયા. છોકરીએ કિસ કરતી વખતે છોકરાની જીભ જોરથી પકડી લીધી. જીભ ફક્ત પકડી જ નહીં પરંતુ તેણે ઘણી જોરથી કિસ કરીને છોકરાની જીભ કપાઈ ગઈ અને છોકરાની જીભ છોકરીના મોંઢામાં આવી ગઈ.

જીભનો ટુકડો રસ્તા પર પડી ગયો અને ત્યાર બાદ કોઈ પક્ષી આવીને તરત તે જીભના ટુકડાને લઈને ઉડી ગયો. છોકરાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાર બાદ ડૉક્ટરોએ જણાવ્યું કે છોકરાની જીભ સંપૂર્ણપણે કપાઈ ગઈ છે એટલે હવે તે ક્યારે પણ બોલી નહીં શકે.


ડેઈલી મેલના સમાચાર મુજબ છોકરાએ છોકરી વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. તેમ જ છોકરીએ કહ્યું કે તેનો ઝઘડો થયો હતો. એટલે અચાનક કિસ કરવા લાગી અને ગુસ્સા છોકરાની જીભ કાપી નાખી. આ કેસ હવે કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે કહ્યું કે આ મામલો ગંભીર છે અને તેની તપાસ થવી જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2021 01:05 PM IST | Scotland | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK