કોને દેખાવું છે બાર્બી ડૉલ જેવું, તો ખર્ચો આટલા પૈસા

રશિયા | Apr 17, 2019, 09:27 IST

બાર્બી જેવા દેખાવામાં અને બાર્બી ડૉલ ખરીદવામાં આ બહેને ખર્ચી નાખ્યા ૧.૦૯ કરોડ રૂપિયા

કોને દેખાવું છે બાર્બી ડૉલ જેવું, તો ખર્ચો આટલા પૈસા
બાર્બી ડૉલ

બાર્બી ડૉલનું ઘેલું ધરાવતી ઘણી યુવતીઓ દુનિયામાં છે. રશિયાની તાતિયાના તાન્યા તુઝોવા નામની ૩૨ વર્ષની મહિલા પણ એમાંની એક છે. બાર્બી ડૉલ્સનું જબરદસ્ત વળગણ ધરાવતી તાતિયાનાએ પોતાને બાર્બીનો લુક આપવા માટે પોતાના શરીર પર પણ જાતજાતની સર્જર્રીઓ કરાવી છે. હંમેશાં પિન્ક શેડવાળાં જ કપડાં પહેરે છે અને વિગ, મેકઅપ તેમ જ ઍક્સેસરીઝ પણ ઢીંગલી જેવી જ પહેરે છે. બાર્બી થીમની ચીજો અને બાર્બી ડૉલ્સ ખરીદવાનો તેને જબરો શોખ છે. અત્યાર સુધીમાં તેણે ૧૫૨૦ ડૉલ્સ એકઠી કરી છે. ઢીંગલીઓની દુનિયામાં તે એટલી વ્યસ્ત છે કે તેને રિયલ લાઇફમાં કોઈ દોસ્તો છે જ નહીં.

આ પણ વાંચો : આ ખતરનાક પંખીએ માલિકને જ મારી નાખ્યા

તે પાંચ વાર પરણી છે. તેનો પાંચમો પતિ ડૉક્ટર છે અને તેના બાર્બીના વળગણને પોસવા માટે પાણીની જેમ પૈસા ખર્ચે છે. બહુ નાની વયથી તેને બાર્બીનું ઘેલું લાગેલું અને એ માટે તેણે અત્યાર સુધીમાં ૧,૨૦,૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૧.૦૯ કરોડથી વધુ રૂપિયા ખર્ચી નાખ્યા છે. હવે તે પોતાના ઘરનું નામ પણ બાર્બી કરવાની છે અને એના ઇન્ટીરિયરને પણ ચેન્જ કરી દેવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK