આ રહ્યો તમારો ઑર્ડ‍ર, 20 સેકન્ડમાં લઈ લો: રોબો વેઇટર

Published: Jun 05, 2020, 08:04 IST | Gujarati Mid-day Correspondent | Netherlands

નેધરલૅન્ડ્સની દાદાવાન રેસ્ટોરાંમાં કોરોના વાઇરસ પ્રેરિત લૉકડાઉન હળવું થયા બાદ કર્મચારીઓની મદદ માટે અસામાન્ય કર્મચારીઓના જૂથને લાવવામાં આવ્યા છે, જે કોઈ માણસ નહીં, પરંતુ રોબો છે.

રોબો વેઇટર
રોબો વેઇટર

નેધરલૅન્ડ્સની દાદાવાન રેસ્ટોરાંમાં કોરોના વાઇરસ પ્રેરિત લૉકડાઉન હળવું થયા બાદ કર્મચારીઓની મદદ માટે અસામાન્ય કર્મચારીઓના જૂથને લાવવામાં આવ્યા છે, જે કોઈ માણસ નહીં, પરંતુ રોબો છે.

robo-01

એમી, અકેર અને જેમ્સ નામના આ ત્રણ રોબોટિક વેઇટર્સ એશિયન-ફ્યુઝન રેસ્ટોરાંમાં ડ્રિન્ક્સ સર્વ કરવા ફરતા જોવા મળી રહ્યા છે. ચહેરા પર મુસ્કાન સાથે ડ્રિન્ક સર્વ કરવાની ટ્રે પકડેલા આ રોબો ટેબલ પર આવીને ટ્રેમાંથી ઑર્ડરના ડ્રિન્ક લઈ લેવા જણાવતાં બોલે છે કે તમારો ઑર્ડર ટ્રેમાંથી લઈ લો. ૨૦ સેકન્ડમાં હું પાછો જતો રહીશ. ગ્રાહકે ટ્રેમાંથી પોતાના ઑર્ડરનું ડ્રિન્ક જાતે જ લઈ લેવાનું હોય છે.

હાલમાં દાદાવાન રેસ્ટોરાંમાં આ વેઇટર્સ માત્ર ડ્રિન્ક્સ સર્વ કરશે. જોકે રેસ્ટોરાંનો માલિક જલદીથી તેમને અન્ય સેવાઓ માટે પણ ઉપયોગમાં લેવા માગે છે. આ નવા વેઇટર્સ આવવાથી માનવ વેઇટર્સની નોકરી જોખમમાં નથી મુકાવાની. જેમ કે માસ્ક પહેરેલા વેઇટર્સ રોબોની ટ્રેમાં ડ્રિન્ક્સ મૂકી જે ટેબલ પર સર્વ કરવાનું હશે એના નંબરનું બટન દબાવશે અને રોબો ગ્રાહક પાસે જઈને ફૂડ ડિલિવર કરશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK