મરઘીના સર્વસામાન્ય ઈંડા કરતાં મોટા કદની દ્રાક્ષની તસવીરો વિયેટનામના સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે, પરંતુ એ દ્રાક્ષ ખરેખર છે કે પછી એ કાલ્પનિક વિષય છે એની સ્પષ્ટતા હજી સુધી કોઈને થઈ નથી. આપણે કોઈ પણ નવી કે અસાધારણ બાબત જોઈએ તો એના વિશે ક્યાં, ક્યારે, કેવી રીતે એવા સવાલ પૂછવાનું મન થાય. વિયેટનામમાં આટલી જાયન્ટ દ્રાક્ષ વેચાતી હોવાનો દાવો કરતા ફોટોગ્રાફ્સ માટે પણ સૌ આવા સવાલ કરે છે. જપાનમાં સફરજન, પીચ, દ્રાક્ષ વગેરે ફળોની અવનવી વરાઇટી મોંઘા ભાવે વેચાય છે. જપાનની રૂબી ગ્રેપ્સ ૩૫,૦૦૦ રૂપિયે ઝૂડીની આસપાસના ભાવે વેચાય છે. કહેવાય છે કે ૨૦૧૬માં સાડાસાત લાખ રૂપિયે ઝૂડીના ભાવે આવી દ્રાક્ષ વેચાઈ હોવાનું જાણવા મળ્યું હતું. એવી જ એક વરાઇટી વિયેટનામના હેનોઇ શહેરના ઉપનગર શુઆનમાં ફળોની દુકાનદાર મહિલા ખુશ અંગકોક એન અવારનવાર આયાતી ફળો વેચે છે. તેણે આ ફળ જપાનથી આયાત કર્યાં છે. પોતાની પાસે નૉવેલ્ટી ફ્રૂટ હોવાના પ્રચાર માટે એ વેપારીએ દ્રાક્ષની તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકી હતી. એ તસવીરો જોઈને લોકોનું કુતૂહલ વધતું ગયું એટલે વધુ ને વધુ લોકો ફોટો શૅર કરવામાં પડ્યા. એમાં એ ફળ ક્યાં અને કેટલા ભાવે વેચાય છે એ વિષય કોરાણે મુકાઈ ગયો.
VietnameNet નામની વેબસાઇટ પર આ પ્રકારની દ્રાક્ષની તસવીરો મૂકીને જણાવવામાં આવ્યું છે કે એ જપાનની વીઆઇપી વરાઇટી છે. એમાં એમ પણ જાણકારી આપવામાં આવે છે કે એ દ્રાક્ષની એક ઝૂડીની કિંમત વિયેટનામના સ્થાનિક ચલણમાં લગભગ ૨૨,૦૦૦ રૂપિયા જેટલી થાય છે. જોકે જપાનની પિયોન વરાઇટીની દ્રાક્ષ લગભગ ૮૦૦૦ રૂપિયે ઝૂડીના ભાવે વેચાય છે.
આ ભાઈને કેમ પ્લાસ્ટિક ટેપમાં લપેટીને ઝાડ સાથે બાંધી દીધા છે?
13th January, 2021 05:31 ISTઆ ભાઈને યુરોપિયન ચર્ચની ઐતિહાસિક ઘડિયાળો ભેગી કરવાનો શોખ છે
12th December, 2020 08:27 ISTવિયેટનામમાં વાપરેલા કૉન્ડોમ ધોઈને માર્કેટમાં વેચતી ફેક્ટરી ઝડપાઈ
25th September, 2020 23:20 ISTકસરત નહીં, સુપરમૅન સિન્ડ્રૉમને કારણે કસાયેલું છે આ છોકરાનું શરીર
7th September, 2020 09:32 IST