શું આ યુવતીએ બાળક સાથે લગ્ન કર્યાં ?

Published: May 13, 2019, 09:35 IST | મેક્સિકો

ગયા અઠવાડિયે મેક્સિકોના સોશ્યલ મીડિયા પર એક પુખ્ત મહિલા બાળક સાથે લગ્ન કરી રહી હોય એવી તસવીરો વાઇરલ થઈ હતી.

યુવતીએ બાળક સાથે લગ્ન કર્યા
યુવતીએ બાળક સાથે લગ્ન કર્યા

ગયા અઠવાડિયે મેક્સિકોના સોશ્યલ મીડિયા પર એક પુખ્ત મહિલા બાળક સાથે લગ્ન કરી રહી હોય એવી તસવીરો વાઇરલ થઈ હતી. એ તસવીરો પરથી જાતજાતની ચર્ચાઓ ઊખડી. કેટલાકને લાગતું હતું કે આ કદાચ બાળવિવાહનો મામલો છે અથવા તો પછી ચાઇલ્ડ ટ્રાફિકિંગ થઈ રહ્યું છે. કેટલાકને લાગ્યું કે કદાચ આ નકલી લગ્ન અથવા તો મજાક છે. જોકે આવું કશું જ નહોતું. હકીકતમાં તસવીરમાં જે બે જણ દેખાય છે તેમનાં લગ્ન થયાં હતાં. આ તસવીરો પાછળની હકીકત હૃદય ભીંજવી દે એવી છે. વાત એમ છે કે ફોટોમાં જે છોકરો દેખાય છે એનું નામ છે જોનાથન. મેક્સિકોના એક નાના ગામમાં તેનાં લગ્ન થયાં હતાં. દેખાવમાં ભલે જોનાથન પ્રાઇમરી સ્કૂલમાં ભણતા બાળક જેવો દેખાતો હોય, પણ તેની ઉંમર છે ૧૯ વર્ષ.

આ પણ વાંચો : ડિલિવરીમાં મરી ગયેલી માતાના દીકરાની તસવીરોમાં પછાડાયા દેખાયા

તે જિનેટિક બીમારીથી પીડાતો હોવાથી તેનું કદ વધ્યું નથી અને તેના ચહેરા પરની માસૂમિયત પણ હજી એવી જ છે. આ રોગને કારણે તે જીવનભર બાળક જેવા જ લુકમાં રહેશે એવું ડૉક્ટરો કહે છે. જોકે નવાઈની વાત એ છે કે આ સમસ્યા છતાં તેને પ્રેમ કરનારું પાત્ર મળી ગયું. તેણે પરિવારજનો અને મિત્રોની હાજરીમાં લગ્નનાં વચનો લીધાં હતાં. જ્યારે સોશ્યલ મીડિયામાં સાચા સમાચાર ફેલાયા ત્યારે બધા આ અનોખા યુગલને જુગ જુગ જિયોના આશીર્વાદ આપવા લાગ્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK