રેકૉર્ડ તોડવાના શોખીને સળગતી તલવાર સાથે રમીને રચ્યો નવો વિક્રમ

અમેરિકા | Jul 11, 2019, 09:26 IST

હજી મહિના પહેલાં જ ડેવિડ રશ નામના અમેરિકને મોમાં એક સાથે ૧૪૫ બ્લુબેરીઝ ભરીને સૌથી વધુ બ્લુબેરીઝ ભરવાનો વિક્રમ બનાવ્યો હતો.

રેકૉર્ડ તોડવાના શોખીને સળગતી તલવાર સાથે રમીને રચ્યો નવો વિક્રમ
રેકૉર્ડ તોડવાના શોખીને સળગતી તલવાર સાથે રમીને રચ્યો નવો વિક્રમ

હજી મહિના પહેલાં જ ડેવિડ રશ નામના અમેરિકને મોમાં એક સાથે ૧૪૫ બ્લુબેરીઝ ભરીને સૌથી વધુ બ્લુબેરીઝ ભરવાનો વિક્રમ બનાવ્યો હતો. આ જ ભાઈએ ઇડાહોના સ્ટૅન્લી ટાઉનમાં આગ સાથે રમીને નવો વિક્રમ બનાવ્યો છે. ડેવિડે આ વખતે સળગતી તલવારને હવામાં ઉછાળીને કૅચ કરવાની ગેમમાં ભલભલા જાંબાઝોને માત આપી છે.

આ પણ વાંચો : એકસ્ટ્રા બૅગેજ ચાર્જ ભરવો ન પડે એ માટે ભાઈએ 15 ટી-શર્ટ ઉપરાઉપરી પહેરી લીધા

તેણે આગની જ્વાળામાં લપેટાયેલી તલવારને એક મિનિટમાં ૬૪ વાર ઉછાળીને કૅચ કરવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ પહેલાંનો રેકૉર્ડ ૬૨ ઉછાળ-કૅચનો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK