બહુત નાઇન્સાફી હૈ : 1 આઇસક્રીમ કૉન પર 125 સ્કૂપ્સ!

Published: 7th October, 2020 07:26 IST | Gujarati Mid-day Correspondent | Italy

દમિત્રી પેન્સિએરા નામના ઇટાલિયને તાજેતરમાં એક આઇસક્રીમ કૉન પર ૧૨૫ સ્કૂપ સેટ કરવાનું કારનામું કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે

જુઓ 1 આઇસક્રીમ કૉન પર 125 સ્કૂપ્સ
જુઓ 1 આઇસક્રીમ કૉન પર 125 સ્કૂપ્સ

દમિત્રી પેન્સિએરા નામના ઇટાલિયને તાજેતરમાં એક આઇસક્રીમ કૉન પર ૧૨૫ સ્કૂપ સેટ કરવાનું કારનામું કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ પહેલાં ૨૦૧૩માં તેણે જ આ રેકૉર્ડ બનાવેલો જેમાં એક કૉન પર ૮૫ સ્કૂપ્સ મૂક્યા હતા. જોકે એ પછી આશ્રિત ફર્મન નામના ભાઈએ એક કૉન પર ૧૨૩ સ્કૂપ મૂકીને તેમનો રેકૉર્ડ છીનવી લીધો હતો. દમિત્રીએ ફરીથી એ માઇલસ્ટોનથી આગળ નીકળી જઈને ફરીથી પોતાના નામે એ રેકૉર્ડ કર્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK