Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચોરને ઘરમાં કંઈ ન મળ્યું એટલે ચિઠ્ઠી લખી ગયો, બહોત કંજૂસ હૈ રે તૂ

ચોરને ઘરમાં કંઈ ન મળ્યું એટલે ચિઠ્ઠી લખી ગયો, બહોત કંજૂસ હૈ રે તૂ

09 December, 2019 09:00 AM IST | Madhya Pradesh

ચોરને ઘરમાં કંઈ ન મળ્યું એટલે ચિઠ્ઠી લખી ગયો, બહોત કંજૂસ હૈ રે તૂ

ચોરે લખેલી ચિઠ્ઠી

ચોરે લખેલી ચિઠ્ઠી


મધ્ય પ્રદેશના સાજાપુર જિલ્લાની ચોરીની ઘટના આજકાલ ચર્ચામાં છે. વાત એમ છે કે પ્રવેશ જોશી નામના એક ભાઈ બહારગામ ગયા હતા ત્યારે તેમના ઘરમાં ચોર ઘૂસ્યો. તેણે મોડી રાતે બારીનો કાચ તોડીને ઘરફોડી કરી હતી. તેણે આખું ઘર ફેંદ્યું અને પછી કંઈ ન મળતાં તેણે ચિઠ્ઠી લખી, ‘બહોત કંજૂસ હૈ રે તૂ. કાચ તોડવાની મહેનત પણ મને માથે પડી અને આખી રાત બગડી.’

આ પણ વાંચો : ભાડા પર આપવાનો ફ્લૅટ જોવા માટે 1750 લોકોની લાઇન લાગી



જ્યારે બીજા દિવસે સવારે ઘરમાં કામ કરવા આવતા નોકરને આ ચિઠ્ઠી મળી તો તે મૂંઝાઈ ગયો. જોકે ઘરફોડી થઈ હોવાથી તેણે પોલીસને ઘટનાની જાણ કરી હતી. એક પણ વસ્તુ ચોર્યા વિના ચોરભાઈ એમ જ ખાલી હાથે પાછા ફર્યા હતા એમ છતાં બારી તોડી હોવાથી ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધવામાં આવી હતી.


https://www.gujaratimidday.com/news/articles/offbeat-news-germany-it-took-a-line-of-1750-people-to-see-the-rental-flat-109758


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2019 09:00 AM IST | Madhya Pradesh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK