માણસને ગૂંચવી નાખે એવું મોટું કરોળિયાનું જાળું
કરોળિયાનું જાળું
અમેરિકાના મિસોરી ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝર્વેશનના સોશ્યલ મીડિયા પેજ પર પબ્લિશ થયેલા એક ફોટોગ્રાફમાં એક જાયન્ટ કરોળિયાનું જાળું જોવા મળી રહ્યું છે. રોન વીસ્લેઝ નામના ભાઈએ આ જાળાની તસવીર લીધી હતી. કન્ઝર્વેશન ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે આ જાળું એટલું મોટું છે કે એમાં કોઈ માણસ ઘૂસે તો એ પણ ફસાઈ જાય. બે ઝાડની વચ્ચોવચ્ચ ગોળાકાર જાળું બનેલું છે જેમાં એક કરતાં વધુ કરોળિયાઓ કામે લાગ્યા હતા.