Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 78 ફુટ પહોળી કૅનલમાંથી 72 ફુટ પહોળી ક્રૂઝ શિપ પસાર થઈ

78 ફુટ પહોળી કૅનલમાંથી 72 ફુટ પહોળી ક્રૂઝ શિપ પસાર થઈ

13 October, 2019 10:16 AM IST |

78 ફુટ પહોળી કૅનલમાંથી 72 ફુટ પહોળી ક્રૂઝ શિપ પસાર થઈ

શિપ

શિપ


કોઈ સાંકડી ગલીમાં જાયન્ટ ખટારો ઘૂસી ગયો હોય તો એ આજુબાજુમાં ક્યાંય ભટકાયા વિના ગલીમાંથી નીકળી ન જાય ત્યાં સુધી કેવો જીવ ઊંચો રહે? એવું જ કંઈક બુધવારે યુનાનની કોરિન્થ કૅનલમાં થયું. આ કૅનલ ગ્રીસ અને પેલોપોનેશિયન ઉપદ્વીપને જોડતી અને લગભગ છ કિલોમીટર લાંબી છે. જોકે એની પહોળાઈ માત્ર ૭૮ ફુટ છે. બેઉ તરફ ચૂનાના પત્થરોની સેંકડો ફુટ ઊંચી દિવાલ બનાવવામાં આવી છે. વહાણોને બીજા દ્વીપ સુધી જવા માટે સમુદ્રમાં એક લાંબુ ચક્કર ન લેવું પડે એ માટે કોરિન્થ કૅનલ ખૂબ મહત્ત્વની છે.

ship



જોકે બુધવારે બ્રિટનની એમએસ બ્રીમર નામની જાયન્ટ ક્રૂઝ શિપ આ કૅનલમાંથી પસાર થઈ. આ શિપની પહોળાઈ હતી ૭૨ ફુટની. એટલે બેઉ તરફની ચૂનાની દિવાલોથી શિપ વચ્ચેનું અંતર માત્ર ત્રણ-ત્રણ ફુટ જેટલું જ હતું. એટલું જ નહીં, આ ક્રૂઝ શિપમાં એ વખતે ૧૨૦૦ પ્રવાસીઓ અને સેંકડો ક્રૂ-મેમ્બર્સ પણ હતા. ૨૪,૦૦૦ ટન વજનવાળી ૬૪૩ ફુટ લાંબી આ ક્રૂઝ શિપ જો આજુબાજુમાં સહેજ પણ અથડાય અને જરા પણ ડૅમેજ થાય તો બહુ મોટું જોખમ ઊભું થાય એમ હતું. જોકે બુધવારે આ જોખમી સફર ક્ષેમકુશળ થઈ ગઈ. આટલી નાની કૅનાલમાંથી પસાર થનારી એમએસ બ્રીમર સૌથી જાયન્ટ શિપ છે. ૧૭૧ વર્ષ જૂની ઑલ્સેન ક્રૂઝની આ સૌથી મહાકાય શિપ છે અને કહેવાય છે કે ૧૭૧ વર્ષના ઇતિહાસમાં આ પહેલાં ક્યારેય આવું સાહસ થયું નથી.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2019 10:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK