એક વાર કોઈ વ્યક્તિને કોરોના માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે એ પછી તેની સાથે કોઈ સગાસંબંધીને મળવા દેવામાં આવતા નથી. અન્ય પરિવારજનોની સલામતી માટે કદાચ આ નિયમ યોગ્ય છે, પરંતુ એને કારણે અનેક લોકો પોતાના સ્નેહીજનોને છેલ્લી ઘડીનો સાથ આપી નથી શકતા.
તાજેતરમાં સોશ્યલ મીડિયામાં એક તસવીર વાઇરલ થઈ છે એની પાછળની કહાણી જો સાંભળીએ તો રુંવાડાં ખડાં થઈ જાય. એક દીકરો પોતાની કોરોનાગ્રસ્ત માની ઝલક જોવા માટે હૉસ્પિટલની બારી પર ચડી ગયો છે. હૉસ્પિટલના નિયમ મુજબ તેને અંદર પ્રવેશ નિષેધ છે, ત્યારે લ્યુકેમિયા અને કોરોના એમ બમણો જંગ લડી રહેલી ૭૩ વર્ષની માને મળવાનું મન દીકરો રોકી શકતો નથી. પેલેસ્ટેનિયન શહેર બેટ આવાની હેબ્રોન સ્ટેટ હૉસ્પિટલના આઇસીયુમાં કોરોનાનો જંગ લડી રહેલી માને જોવા માટે દીકરો હૉસ્પિટલની દીવાલ પરથી બારીએ બેસી ગયો હતો. ૧૬ જુલાઈએ તેની માએ અંતિમ શ્વાસ લીધા એ વખતે આઇસીયુમાં જ્યાં માને રાખવામાં આવેલી એ ફ્લોરની બારી પર બેસી ગયો હતો. આ તસવીર મોહમ્મદ સફા નામના યુઝરે શૅર કરી છે અને લખ્યું છે, ‘કોરોના સામે જંગ લડી રહેલી માને મળવા માટે આ દીકરો રોજ રાતે હૉસ્પિટલની બારીએ બેસી જતો હતો.’
જ્યારે તેની માના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હતા ત્યારે પણ તે આમ બારીએ બેઠેલો હતો. આ તસવીરે ભલભલાની આંખો ભીની કરી દીધી છે.
નિયોન લાઇટ્સથી આ ક્લાસિક ટૅટૂ ઝળહળી ઊઠે છે
15th January, 2021 09:49 ISTતમારો પાળેલો ડૉગી ખુશ છે, કે ગુસ્સામાં, એ ગળામાં પહેરેલો પટ્ટો કહેશે
15th January, 2021 09:43 ISTજાણો છો સોપારી જેવડું નારિયેળ પણ હોય?
15th January, 2021 09:31 ISTપોતે જીવિત છે એ કોર્ટ સામે પુરવાર કરવા આ બહેન ત્રણ વર્ષથી લડે છે
15th January, 2021 09:29 IST