નેપાળી લુક હોવાથી હરિયાણાની બે બહેનોને પાસપોર્ટ ન મળ્યો

Published: Jan 04, 2020, 10:40 IST | Haryana

હરિયાણાની બે બહેનોને પાસપોર્ટ દેવાની ના પાડી દેવાના એક મામલાએ જબરું તૂલ પકડ્યું છે અને એને કારણે હરિયાણા સરકારે પણ વચ્ચે પડવું પડે એવી નોબત આવી છે.

નેપાળી લુક હોવાથી બે બહેનોને પાસપોર્ટ ન મળ્યો
નેપાળી લુક હોવાથી બે બહેનોને પાસપોર્ટ ન મળ્યો

હરિયાણાની બે બહેનોને પાસપોર્ટ દેવાની ના પાડી દેવાના એક મામલાએ જબરું તૂલ પકડ્યું છે અને એને કારણે હરિયાણા સરકારે પણ વચ્ચે પડવું પડે એવી નોબત આવી છે. વાત એમ હતી કે સંતોષ અને ‌હિના નામની બે બહેનોએ પાસપોર્ટ માટે અરજી કરી હતી પરંતુ તેમના દસ્તાવેજ પર એવું લખવામાં આવ્યું કે તેઓ નેપાળી છોકરી જેવા લાગે છે. બન્ને બહેનોએ ચંડીગઢના પાસપોર્ટ કાર્યાલયમાં અરજી કરી હતી પણ તેમના લુકને કારણે તેમને પાસપોર્ટ આપવાની ના પાડી દેવામાં આવી એટલું જ નહીં, અરજી પર ‘અરજીકર્તા નેપાળી લાગે છે’ એવું કારણ પણ લખી આપવામાં આવેલું જે હવે હરિયાણા સરકાર માટે માથાનો દુખાવો બની ગયું છે.

આ પણ વાંચો : બોલો, યુગલે ઍમ્બ્યુલન્સમાં બેસીને લગ્નમાં એન્ટ્રી મારી

રાજ્યના ગૃહપ્રધાન અનિલ વીજ સુધી આ વાત પહોંચતા તરત જ લાગતાવળગતા અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ અપાયો છે અને ટૂંક સમયમાં જ તેમને પાસપોર્ટ આપી દેવામાં આવશે એવી ધરપત અપાઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK