બોલો, યુગલે ઍમ્બ્યુલન્સમાં બેસીને લગ્નમાં એન્ટ્રી મારી

Published: Jan 04, 2020, 10:27 IST | Malaysia

લગ્નના સ્થળે કઈ રીતે એન્ટ્રી મારવી એ બાબતે દુલ્હો-દુલ્હન હવે બહુ ક્રીએટિવ થવા લાગ્યા છે.

ઍમ્બ્યુલન્સ
ઍમ્બ્યુલન્સ

લગ્નના સ્થળે કઈ રીતે એન્ટ્રી મારવી એ બાબતે દુલ્હો-દુલ્હન હવે બહુ ક્રીએટિવ થવા લાગ્યા છે. ખાસ આયોજન કરે અને ખર્ચો પણ. જોકે મલેશિયાનું એક યુગલ સાવ જ હટકે એન્ટ્રી માટે સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. કપલ પોતાના ઘરેથી લગ્નના સ્થળે ઍમ્બ્યુલન્સમાં બેસીને પહોંચે છે અને એમાંથી ઊતરીને દુલ્હો દુલ્હનને સ્ટ્રેચર પર બેસાડીને મંડપ સુધી આવે છે. દુલ્હો કે દુલ્હન બીમાર છે અને ચાલી પણ શકે એમ નથી એવી જો તમારી ધારણા હોય તો એ ખોટી છે. માત્ર ગિમિક માટે થઈને જ તેમણે આવી એન્ટ્રી મારી છે. દુલ્હો મલેશિયાની હૉસ્પિટલમાં અસિસ્ટન્ટ મેડિકલ ઑફિસર છે તેણે તો કપડાં પણ ડૉક્ટર જેવા જ પહેર્યા છે.

આ પણ વાંચો : 7 વર્ષનો છોકરો ઍરપૉડ ગળી ગયો અને મળ વાટે આપમેળે નીકળ્યા પછીયે ચાલુ છે

આ માટે કપલ એક પ્રાઇવેટ હૉસ્પિટલમાંથી ઍમ્બ્યુલન્સ ભાડે લીધી હતી. જોકે એમ છતાં સોશ્યલ મીડિયા યુઝર્સને લગ્નમાં ઍમ્બ્યુલન્સ જેવી ઇમર્જન્સી સર્વિસનો આવો વાહિયાત ઉપયોગ કરવા બદલ ઘણી ટીકા મળી છે. યુઝર્સનું કહેવું છે કે ઍમ્બ્યુલન્સ એ મનોરંજનનું સાધન નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK