બચપણમાં વાગવાને કારણે આ છોકરીનું માથું હંમેશાં 90 ડિગ્રી ઝૂકેલું જ રહે છે

Jul 12, 2019, 09:03 IST

પારાવાર પીડા છતાં સદાય હસતો ચહેરો રાખવામાં માહેર ૧૧ વર્ષની અફશીન કુંબર નામની કન્યા એવી વિચિત્ર બીમારીથી પીડાય છે કે જેને કારણે તેનું જીવન નૉર્મલ નથી રહ્યું

બચપણમાં વાગવાને કારણે આ છોકરીનું માથું 90 ડિગ્રી ઝૂકેલું જ રહે છે
બચપણમાં વાગવાને કારણે આ છોકરીનું માથું 90 ડિગ્રી ઝૂકેલું જ રહે છે

પારાવાર પીડા છતાં સદાય હસતો ચહેરો રાખવામાં માહેર ૧૧ વર્ષની અફશીન કુંબર નામની કન્યા એવી વિચિત્ર બીમારીથી પીડાય છે કે જેને કારણે તેનું જીવન નૉર્મલ નથી રહ્યું. પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીઠી ગામમાં રહેતી અફશીન જન્મી ત્યારે શારીરિક રીતે સ્વસ્થ હતી, પરંતુ તે જસ્ટ આઠ મહિનાની હતી ત્યારે જ ગરદનમાં થયેલી ઇન્જરીને કારણે તેનું માથું ઢળી પડ્યું હતું. પરિવાર પાસે એની સારવાર કરાવવાના પૈસા ન હોવાથી તેનું એક તરફ ઢળેલું માથું કાયમ માટેની ખોડ બની ગયું. તસવીરો પરથી જોઈ શકાશે કે અફશીનનો ચહેરો લિટરલી ૯૦ ડિગ્રીના ખૂણે ડાબી તરફ ઝૂકેલો રહે છે. લાંબા વર્ષોથી આ જ સ્થિતિ રહી હોવાથી તેની ગરદનના સ્નાયુઓમાં ટૉર્ટિકોલિસ નામની બીમારી થઈ છે. માથાની ઢળેલી અવસ્થાને કારણે તેને ખાવાપીવામાં, બોલવામાં બહુ મુશ્કેલી પડે છે.

આ પણ વાંચો : આ લાલ દ્રાક્ષનું ઝૂમખું વેચાયું 7,58,૦૦૦ રૂપિયામાં

ઇવન જાતે ટૉઇલેટ જવામાં પણ તેનું બૅલેન્સ નથી રહેતું. એક જ તરફ ઢળેલી ગરદનને કારણે તેના શરીરમાં વિચિત્ર કળતર સતત રહ્યા કરે છે. અફશીનના પિતા હજી ગયા વર્ષે જ કૅન્સરને કારણે અવસાન પામ્યા છે અને તેની મા જમીલા લોકોના ઘરના કામ કરીને ઘર ચલાવે છે. આ અવસ્થા લાંબી ચાલે તો સ્પાઇનનો ડીજનરેટિવ ડિસીઝ થઈ શકે છે અને હજીયે પરિસ્થિતિ બગડી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK