Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > યુરોપના આ ગામમાં 9 વર્ષથી એકેય છોકરો પેદા નથી થયો

યુરોપના આ ગામમાં 9 વર્ષથી એકેય છોકરો પેદા નથી થયો

03 August, 2019 10:31 AM IST | યુરોપ

યુરોપના આ ગામમાં 9 વર્ષથી એકેય છોકરો પેદા નથી થયો

યુરોપના આ ગામમાં 9 વર્ષથી એકેય છોકરો પેદા નથી થયો

યુરોપના આ ગામમાં 9 વર્ષથી એકેય છોકરો પેદા નથી થયો


આપણે ત્યાં બેટી બચાવો અભિયાન હાથ ધરાયું છે, પણ પૃથ્વી પર એવું એક ગામ પણ છે જ્યાં ‘દીકરો પેદા કરો’ એવું અભિયાન લેવું પડે એમ છે. વાત છે પોલૅન્ડ અને ચેક રિપબ્લિકની સરહદ પર આવેલા મિજેસ્ક આન્દ્રેન્સ્કી ગામની. આમ તો આ ખોબલા જેવડું ગામ છે, પરંતુ અહીં છેલ્લાં નવ વર્ષમાં સમ ખાવા પૂરતો એક દીકરો જન્મ્યો નથી. ગામની વસ્તી પણ માત્ર ૩૦૦ જણની છે અને અહીંના ઘરોમાં નાનાં બાળકોની તપાસ કરવામાં આવે તો છેલ્લાં નવ વર્ષમાં એકેય છોકરો પેદા નથી થયો. સૌથી યંગેસ્ટ છોકરો એક છે એની ઉંમર ૧૨ વર્ષની છે. અહીંની સ્કૂલમાં પણ જ્યાં જુઓ તો છોકરીઓ જ છે. છેલ્લે ૨૦૧૦માં એક પરિવારને ત્યાં છોકરાનો જન્મ થયો હતો, પણ એ પરિવાર સ્થળાંતર કરીને બીજે ગામ રહેવા ચાલી ગયો છે. ટૂંકમાં પરિસ્થિતિ એ છે કે ગામમાં વડીલો સિવાય યુવાનોની સંખ્યામાં છોકરાઓ છે જ નહીં.

આ પણ વાંચો : 106 વર્ષના દાદીએ લાંબા આયુષ્યનું રહસ્ય ખોલ્યું, લાંબુ જીવવું હોય તો સિંગલ રહો



ગામના મુખિયાએ જાહેરાત કરી છે કે જે પરિવારને ત્યાં છોકરો જન્મશે તેને ખાસ ગિફ્ટ આપવામાં આવશે. આ ઘોષણા પછી એક યુરોપિયન યુનિવર્સિટીને વાતના ઊંડાણમાં જવાનો રસ પડ્યો છે. આ ગામમાં કેમ કોઈ છોકરો પેદા નથી થયો એ વિશે હવે સંશોધન થશે. આ રહસ્ય શોધવું જરૂરી છે કેમ કે આવું થવું કુદરત વિરોધી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2019 10:31 AM IST | યુરોપ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK