પ્લાસ્ટિક સર્જરી પછી આ મહિલાની ઊંઘમાં પણ આંખ ખુલ્લી રહે છે

Published: May 11, 2020, 07:25 IST | Gujarati Mid-day Correspondent | China

ચીનના હેનાન પ્રાંતના ઝેન્ગઝોઉમાં રહેતી એક મહિલા આંખનાં પોપચાંને વધુ સુંદર બનાવવા માટેની કૉસ્મેટિક સર્જરી કરાવવા જતાં ઊલમાંથી ચૂલમાં પડી હતી.

આ મહિલાની ઊંઘમાં પણ આંખ ખુલ્લી રહે છે
આ મહિલાની ઊંઘમાં પણ આંખ ખુલ્લી રહે છે

ચીનના હેનાન પ્રાંતના ઝેન્ગઝોઉમાં રહેતી એક મહિલા આંખનાં પોપચાંને વધુ સુંદર બનાવવા માટેની કૉસ્મેટિક સર્જરી કરાવવા જતાં ઊલમાંથી ચૂલમાં પડી હતી. ચીનમાં આ પ્રકારની સર્જરી ઘણી ફેમસ છે જેમાં કૉસ્મેટિક પ્રક્રિયા દ્વારા કૃત્રિમ રીતે ઉપરના પોપચા પર પશ્ચિમી શૈલીની ક્રીઝ બનાવાય છે. માત્ર મા નામે ઓળખાતી આ મહિલાએ પહેલી વાર સર્જરી કરાવી તો ધાર્યું પરિણામ ન મળ્યું એટલે તેણે બીજી વખત એ જ પ્રક્રિયા કરાવી. જોકે બીજી વારમાં તો હાલત સાવ બગડી. તેની આંખ પહેલાં કરતાં પણ વધુ ખરાબ થઈ ગઈ. હવે તો આ બહેનની આંખો પૂરી બંધ પણ નથી થતી. તે સૂતી હોય ત્યારે પણ આંખો અધખુલ્લી જ રહે છે. બીજા ઑપરેશન પછી તે પોતાની આંખો બંધ કરી શકતી નથી. ભારે પવનમાં તેની આંખોમાંથી આંસુ નીકળવા માંડે છે અને છેલ્લા એક વર્ષથી તે પોતાની આંખ બંધ કરવા માટે ટેપનો ઉપયોગ કરે છે. 

આ સર્જરીમાં રહેલી ભૂલ સુધારવા તેને પ્લાસ્ટિક સર્જરી કરી આપનાર હૉસ્પિટલ તરફથી બે વિકલ્પ સૂચવવામાં આવ્યા; એક, ફરી એક વખત સર્જરી કરાવવાની અને બીજો વિકલ્પ, તેણે ચૂકવેલા પૈસામાંથી ચોથા ભાગના પૈસા પાછા મેળવવાના. જોકે બન્ને વિકલ્પ માટે તેણે માફીનામા પર સહી કરવી અનિવાર્ય છે, જે હૉસ્પિટલને ઑપરેશનની ભાવિ જવાબદારીઓમાંથી મુક્ત કરે છે. એનો એક અર્થ એ પણ થાય કે ભવિષ્યમાં તેમને કોઈ પણ તકલીફ થાય તો તે હૉસ્પિટલનો સંપર્ક કરી શકે નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK