આ સાપ છે કે કરોળિયો કે પછી ઑક્ટોપસ? આવું પ્રાણી ક્યારેય નહીં જોયું હોય તમે

Published: Jun 24, 2020, 19:53 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે કે એમાં લોકોને એક એવો જાનવર દેખાયો, જેને જોઈને લોકો માથું ખંજવાળવા લાગ્યા અને તેઓ સમજી નહીં શક્યા કે આ કયું જાનવર છે?.

કોણ છે આ જાનવર
કોણ છે આ જાનવર

સોશિયલ મીડિયા પર વાઈલ્ડ લાઈફ વીડિયોઝ ઘણા પસંદ કરવામાં આવે છે. હાલ કોરોના વાઈરસે આખા વિશ્વમાં આતંક ફેલાવી રાખ્યો છે અને એનાથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. કોરોના વાઈરસના લીધે લોકોનો હાલ બેહાલ થઈ ગયો છે અને લોકો પોતાના ઘરમાં બંધ છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે કે એમાં લોકોને એક એવો જાનવર દેખાયો, જેને જોઈને લોકો માથું ખંજવાળવા લાગ્યા અને તેઓ સમજી નહીં શક્યા કે આ કયું જાનવર છે?.

ઘણા લોકોને લાગ્યું કે આ સાપ છે પણ પૂરો વીડિયો જોયા બાદ તેઓ પણ હેરાન રહી ગયા. હેરાન કરી દેનારા આ વીડિયોમાં પત્થર પર એક જાનવર સરકતો દેખાયો. લોકોને શરૂઆતમાં તો સાપ લાગ્યો, પરંતુ જેમ વીડિયો આગળ વધ્યો તો આ એક અલગ જ જાનવર દેખાયો. લોકોએ પહેલીવાર આ રીતના જાનવરને જોયો હતો.

એક યૂઝરને આ જાનવરના પાંચ હાથ દેખાયા, જે એકદમ સાપની જેમ નજર આવી રહ્યો હતો. જે ધીમે-ધીમે સરકીને પાણી તરફ જઈ રહ્યો હતો. ટ્વિટર યૂઝર લાઈડિયા રાલેએ આ વીડિયોને શૅર કર્યો અને કેપ્શનમાં લખ્યું, શું છે આ?. એમણે જૂનો વીડિયો પોસ્ટ કર્યો હતો. પહેલા પણ આ વીડિયો પોસ્ટ થઈ ચૂક્યો છે.

આ વીડિયોને 4 જૂને શૅર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 3 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે અને હજારોમાં કમેન્ટ્સ આવી રહ્યા છે. વધારે લોકોએ આને સાપ કહી રહ્યા છે, પણ આગળ આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને કન્ફ્યૂઝ થઈ ગયા. એક યૂઝરે લખ્યું, 'આ ઑસ્ટ્રેલિયન જેવું કઈ છે...., બીજા એક યૂઝરે લખ્યું, આ જાનવર તો વર્ષ 2020થી પણ વધારે ખતરનાક લાગી રહ્યો છે.

ઘણા લોકોએ આ વીડિયો જોઈને અતરંગી જવાબ આપ્યા છે, પરંતુ અંતમાં લોકોએ આ નો જવાબ શોધી કાઢ્યો છે. જણાવી દઈએ આ જાનવર બ્રિટલ કે ઓફિયોરોઈડ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK