બરફ ઓગળવાની સમસ્યા માટે ટીનેજરે બરફની પાટ પર બેસીને વિરોધ-પ્રદર્શન કર્યું

Published: Sep 27, 2020, 11:53 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

મ્યા રોઝ ક્રેગને પક્ષી-નિરીક્ષણનો જબરો શોખ છે અને યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટલની માનદ ડૉક્ટરેટ મેળવનારી તે સૌથી નાની ઉંમરની વ્યક્તિ બની છે.

બરફ પર બેસીને વિરોધ-પ્રદર્શન કર્યું
બરફ પર બેસીને વિરોધ-પ્રદર્શન કર્યું

મ્યા રોઝ ક્રેગને પક્ષી-નિરીક્ષણનો જબરો શોખ છે અને યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટલની માનદ ડૉક્ટરેટ મેળવનારી તે સૌથી નાની ઉંમરની વ્યક્તિ બની છે. પર્યાવરણના રક્ષણની તેની ચાહત અપરંપાર છે. ક્લાઇમેટ ચેન્જ માટે ચિંતિત રહેતી બંગલાદેશી મૂળની બ્રિટિશ કન્યા ઉત્તર ધ્રુવ પર બરફ પીગળવાની અને વિશ્વના અન્ય ભાગોમાં ઉષ્ણતામાનમાં અણધાર્યાં પરિવર્તનો વિશે લોકજાગૃતિ કેળવવા પ્રયત્નશીલ હોય છે.

ice-protest

બે વર્ષ પહેલાં ગ્રેટા થંબર્ગ નામની યુવતીએ પર્યાવરણના રક્ષણ બાબતે લોકજાગૃતિ માટે મોટું કામ કર્યું હતું. યુવા વર્ગમાં એ ક્રમમાં હવે મ્યા રોઝ ક્રેગનો ક્રમ આવે છે. ક્લાઇમેટ ચેન્જ માટે ચિંતા અને એ સમસ્યા તરફ રાજકારણીઓની બેદરકારીના વિરોધમાં મ્યા રોઝ ક્રેગે બરફની પાટ પર બેસીને ધરણાં કર્યાં હતાં. ધરણાં વખતે તેના હાથમાંના પ્લૅકાર્ડ પર લખ્યું હતું, ‘યુથ સ્ટ્રાઇક ફૉર ક્લાઇમેટ.’ એ ધરણાંની સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોને નેટિઝન્સનો ઉષ્માસભર પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK