Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પુરૂષોથી કંટાળેલી મૉડલ, ડૉગી સાથે લગ્ન કરીને જશે હનીમૂન પર

પુરૂષોથી કંટાળેલી મૉડલ, ડૉગી સાથે લગ્ન કરીને જશે હનીમૂન પર

14 January, 2021 09:24 PM IST | બ્રિટન

પુરૂષોથી કંટાળેલી મૉડલ, ડૉગી સાથે લગ્ન કરીને જશે હનીમૂન પર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લોકોને માણસ પ્રત્યે પ્રેમ તો સમજાય છે પણ એક જાનવર પ્રત્યે એટલો પ્રેમ કે એક મૉડલ ડૉગી સાથે લગ્ન કરીને એની સાથે હનીમૂન પર જવા માંગે છે. આ મૉડલ રહી ચૂકેલી મહિલાને 220 પુરૂષોની સાથે ડેટને અનુભવ ખરાબ રહ્યા બાદ તેણે પોતાના ડૉગી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ મૉડલનુ નામ છે અલિઝાબેથ હોડ. આ મૉડલને આશા છે કે તે ચર્ચના પાદરીને પોતાના 6 વર્ષના ગોલ્ડન રિટ્રીવર ડૉગી લોગન સાથે લગ્ન કરવા માટે મનાવી લેશે.

અલિઝાબેથે શ્વાન સાથે લગ્ન માટેની બધી પ્લાનિંગ પણ કરી લીધી છે. લગ્ન દરમિયાન આ મહિલા વેડિંગ રિંગ પહેરશે, જ્યારે લોગન રિસ્ટબેન્ડ પહેરશે. લગ્ન દરમિયાન ફક્ત 20 લોકોને આમંત્રણ મળશે. બાદ અલિઝાબેથ ડૉગ ફ્રેન્ડલી હોટલમાં હનીમૂન માટે જશે. બ્રિટનના બર્ક્સની રહેનારી અલિઝાબેથની આની પહેલા બે વાર સગાઈ થઈ ગઈ છે, પરંતુ એના ક્યારે પણ લગ્ન થયા નથી.



અલિઝાબેથનું કહેવું છે કે તે પુરૂષોથી થાકી ચૂકી છે. 8 વર્ષોથી 6 ડેટિંગ સાઈટ દ્વારા 220 પુરૂષોની સાથે ડેટ પર ગઈ હતી. પરંતુ એ ડેટમાં એમને મજા આવી નહીં. બાદ એમણે કહ્યું કે લોગન (ડૉગી) સાથે લગ્ન કરવાનો નિર્ણય સારો રહેશે. તે ક્યારે પણ મારાથી દૂર નહીં જાય અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ.


આ પણ વાંચો : શિકાગોના કળાકારે રોડના ખાડાઓને મોઝેઇક આર્ટથી સજાવી દીધા

બાદ લોકો શું વિચારશે એની મને કોઈ ચિંતા નથી. લોકો વિચારશે હું પાગલ થઈ ગઈ છું, પરંતુ આ વાત સાચી છે કે અમે હંમેશા સાથે રહીશું.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2021 09:24 PM IST | બ્રિટન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK