Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શિકાગોના કળાકારે રોડના ખાડાઓને મોઝેઇક આર્ટથી સજાવી દીધા

શિકાગોના કળાકારે રોડના ખાડાઓને મોઝેઇક આર્ટથી સજાવી દીધા

23 July, 2019 11:45 AM IST | શિકાગો

શિકાગોના કળાકારે રોડના ખાડાઓને મોઝેઇક આર્ટથી સજાવી દીધા

શિકાગોના કળાકારે રોડના ખાડાઓને મોઝેઇક આર્ટથી સજાવી દીધા

શિકાગોના કળાકારે રોડના ખાડાઓને મોઝેઇક આર્ટથી સજાવી દીધા


રોડ પર ખાડા પડી જવાની સમસ્યા યુનિવર્સલ છે. ભલે મુંબઈ જેટલી કપરી હાલત ન હોય, પરંતુ પૉટ હોલ્સ પડવાનું અમેરિકા અને ઇટલીમાં પણ થાય જ છે.

art



આપણે એ ખાડા જોઈને બૂમો અને ફરિયાદો પાડીએ છે, પણ શિકાગોનો જિમ બેચર એ જોઈને પોતાની કળાની કરામત દેખાડવા સજ્જ થઈ જાય છે.


art-01

જિમ પહેલી વાર ૨૦૧૩માં ઇટલીના રવીનામાં ફરવા ગયો ત્યારે મોઝેઇક ક્રીએશન્સ શીખ્યો હતો. બસ, ત્યારથી તે જ્યારે પણ કોઈ જગ્યાએ ખાડો જુએ કે તરત એમાં માટી પૂરીને એની પર વિવિધ રંગની ટાઇલ્સના ટુકડા ચોંટાડીને ખાસ ઇમેજ ઉપસાવે છે.


આ પણ વાંચો : એક સાથે 10 ટ્રેડમિલ પર ચાલે છે આ ભાઈ

ક્યારેક બિલાડી, ફ્લાવર્સ, ફૂડ આઇટમ અને એવું કંઈ પણ વિચિત્ર દૃશ્ય એ આર્ટમાં હોય છે જે જોઈને લોકોના ચહેરા પર સ્મિત ફરકી ઊઠે છે. જિમભાઈનું કહેવું છે કે ખાડાઓમાં આવી કળા કરવી કાનૂની નથી, પરંતુ તે જ્યારે આ આર્ટમાં વ્યસ્ત હોય છે ત્યારે કોઈ પોલીસવાળાએ આજદિન સુધી તેને રોક્યો કે ટોક્યો નથી.

Whatsapp-channel Whatsapp-channel

23 July, 2019 11:45 AM IST | શિકાગો

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK