બોલો હાથરિક્ષા ચલાવે છે રોબો ડૉગ
હાથરિક્ષા ચલાવે છે રોબો ડૉગ
ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા પર અવનવી બાબતો નિહાળવાના શોખીન નેટિઝન્સે કેટલાક વખતથી રોબો ડૉગ્સના વિડિયો કે ફોટોગ્રાફ્સ જોયા હશે. રસ્તા પર ચાલતા અને ક્યારેક ઘેટાંના ટોળાં વચ્ચેથી જગ્યા કાઢીને આગળ વધતા કે બીજાં કામ કરતા રોબો ડૉગ્સ જોયા હશે. હવે એમાં ઉમેરો થયો છે અને આ ડૉગ હાથરિક્ષા ખેંચતો જોવા મળશે. રિક્ષા ચલાવતા રોબો ડૉગ્સના વિડિયો અને ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર જબરા વાઇરલ થયા છે. આઇએએસ અમલદાર સુપ્રિયા સાહુએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર એનો વિડિયો શૅર કરીને ‘ભવિષ્યની રિક્ષાઓ - રોબો ડ્રિવન રિક્ષા કૅરેજ, ક્રેડિટ- ઍડમ સેવેજ- બૉસ્ટન ડાઇનૅમિક્સ’ એવી ટિપ્પણી લખી છે .