Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બાફેલા બટાટામાંથી બનાવી ટેસ્લાની સાઇબર ટ્રક

બાફેલા બટાટામાંથી બનાવી ટેસ્લાની સાઇબર ટ્રક

03 December, 2019 09:50 AM IST | US

બાફેલા બટાટામાંથી બનાવી ટેસ્લાની સાઇબર ટ્રક

આ ટ્રક બટેટામાંથી બની છે!

આ ટ્રક બટેટામાંથી બની છે!


હિસ્ટોરિકલ આર્કિટેક્ચર અને ઑટોમોબાઇલના શોખીન એવા ગ્રેગ મિલાન નામના ભાઈએ તાજેતરમાં થૅન્ક્સગિવિંગના ડિનર માટે એક અનોખી ચીજ બનાવી હતી. આમ તો રાંધવાની દૃષ્ટિએ એમાં કંઈ ખાસ નહોતું, પરંતુ એમાં તેની ક્રીએટિવિટી મસ્ત હતી. બાફેલાં બટાટાનો લોચો બનાવીને એની એવી રીતે કોતરણી કરી હતી જાણે ટેસ્લાની સાઇબર ટ્રક જેવી લાગતી હતી. આ ટ્રક તેણે તેના ભાઈને પિરસી હતી. છેલ્લાં વીસ વર્ષથી તે દર થૅન્ક્સગિવિંગ ડિનરમાં કંઈકને કંઈક કોતરણીકામવાળી ચીજો બનાવે છે. એ વખતે તેણે હૅટ, ફૂટબૉલ, સ્નોમેન અને વાઇટ હાઉસ જેવી ચીજો કોતરી હતી. ગ્રેગના ભાઈ વૉને આ તસવીરો ટ્વીટ કરી હતી જેને લોકોએ ખૂબ લાઇક અને રીટ્વીટ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2019 09:50 AM IST | US

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK