Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 88 વર્ષના દાદાએ પૃથ્વીના પરિઘ જેટલુ એટલે કે 40,075 કિમીનું વૉકિંગ કર્યુ

88 વર્ષના દાદાએ પૃથ્વીના પરિઘ જેટલુ એટલે કે 40,075 કિમીનું વૉકિંગ કર્યુ

16 September, 2020 07:38 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

88 વર્ષના દાદાએ પૃથ્વીના પરિઘ જેટલુ એટલે કે 40,075 કિમીનું વૉકિંગ કર્યુ

દાદાએ પૃથ્વીના પરિઘ જેટલુ એટલે કે 40,075 કિમીનું વૉકિંગ કર્યુ

દાદાએ પૃથ્વીના પરિઘ જેટલુ એટલે કે 40,075 કિમીનું વૉકિંગ કર્યુ


વૉકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ એવું કંઈ અમથું જ નથી કહેવાયું. પાછલી વયે જ્યારે શરીર અન્ય કોઈ ભારે કસરત કરી શકે એમ ન હોય ત્યારે પણ ડૉક્ટરો ચાલવાની સલાહ આપે છે. મૅસેચુસેટ્સમાં રહેતા બ્રૅડ હૅથવે નામના ભાઈએ આ વાતના જરાક સિરિયસલી લઈ લીધી હતી. જ્યારે તેઓ વનપ્રવેશ એટલે કે જીવનના પચાસના દાયકામાં પ્રવેશ્યા ત્યારે જ હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીઝને કારણે ડૉક્ટરોએ તેમને ચેતવણી આપી હતી કે સાજા રહેવું હોય તો બહેતર છે કે તમે નિયમિત ચાલો. ત્યારથી તેમણે રોજ પાંચથી છ કિલોમીટર ચાલવાનું શરૂ કરી દીધું. ૧૯૮૮ના ડિસેમ્બર મહિનામાં બ્રેડે ચાલવાનું શરૂ કરેલું. વરસાદ હોય કે સૂરજનો ધોમધખતો તાપ, તેમણે નિયમિત ઓછામાં ઓછું પાંચ કિલોમીટર ચાલવાના નિયમને જાળવ્યો. ક્યારેક તો તેઓ દસથી પંદર કિલોમીટર પણ ચાલી નાખતા હતા. ઉંમર વધતી ગઈ એમ તેમના માટે ચાલવાનું અઘરું થવા લાગ્યું. એંસી વર્ષની ઉંમર પાર કર્યા પછી તો હાથમાં લાકડી વિના ચલાતું નથી. એમ છતાં તેમણે ડેઇલી વૉક છોડ્યું નથી. અત્યાર સુધીના વર્ષોમાં તેમણે રોજ કૅલેન્ડરમાં પોતે કેટલું ચાલ્યા એનો હિસાબ લખી રાખ્યો છે.

ચાલતા-ચાલતા તેઓ રસ્તામાંથી નકામી ચીજો અને કચરો પણ ઉઠાવતા અને એ ચીજો વેચીને એમાંથી લગભગ સાત હજાર ડૉલર એટલે કે લગભગ ૫.૧૫ લાખ રૂપિયા પણ એકઠા કર્યા છે. અત્યાર સુધીમાં તેમણે ૪૦,૦૦૦ કિલોમીટરથી વધુ વૉકિંગ કરી લીધું છે જે લગભગ પૃથ્વીના પરિઘના ભ્રમણ સમાન છે.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2020 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK