Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પંજાબના 83 વર્ષના દાદાએ બનાવ્યો એમએની ડિગ્રી મેળવવાનો રેકૉર્ડ

પંજાબના 83 વર્ષના દાદાએ બનાવ્યો એમએની ડિગ્રી મેળવવાનો રેકૉર્ડ

23 September, 2019 10:20 AM IST | પંજાબ

પંજાબના 83 વર્ષના દાદાએ બનાવ્યો એમએની ડિગ્રી મેળવવાનો રેકૉર્ડ

પંજાબના 83 વર્ષના દાદાએ બનાવ્યો એમએની ડિગ્રી મેળવવાનો રેકૉર્ડ

પંજાબના 83 વર્ષના દાદાએ બનાવ્યો એમએની ડિગ્રી મેળવવાનો રેકૉર્ડ


ભણવાની કોઈ વય નથી હોતી. એમ પણ માણસને જિંદગી કશું ને કશું સતત શીખવાડતી જ હોય છે. પંજાબના હોશિયારપુરના સોહનસિંહ ગિલે તો ૮૩ વર્ષની વયે એમએ વિથ ઇંગ્લિશની માસ્ટર ડિગ્રી મેળવીને નવો રેકૉર્ડ બનાવ્યો છે. તેમણે અમૃતસરથી ૧૯૫૭-’૫૮માં બીએ કર્યું હતું. એ પછી પૂર્વ આફ્રિકી દેશ કેન્યામાં શિક્ષક તરીકે ૩૩ વર્ષ કામ કર્યા બાદ તેઓ ભારત પાછા કર્યા હતા. એ પછી તેમણે પંજાબની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને માસ્ટર ડિગ્રી મેળવવાનું પોતાનું ૬૧ વર્ષ જૂનું સપનું પૂરું કર્યું છે. તેઓ કેન્યામાં હૉકી અમ્પાયર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

આ પણ વાંચો : દુનિયાની સૌથી મોંઘી જેલમાં 1 કેદી માટે ખર્ચાય છે વર્ષે 93 કરોડ રૂપિયા



સોહનસિંહનો પુત્ર અમેરિકામાં રહે છે. તેમના પુત્ર અને પત્નીએ તેમને અભ્યાસ કરવા માટે હિંમત આપી હતી. તેઓ કહે છે કે સ્વસ્થ જીવનશૈલી અને પૉઝિટિવ થિન્કિંગને કારણે આગળ વધવામાં મદદ મળી છે. હવે હું બાળકો માટે પુસ્તકો લખવા માગું છું.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2019 10:20 AM IST | પંજાબ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK