બેસનારને હૅપી રાખવાની ગૅરન્ટી આપે છે આ વિચિત્ર ઑફિસ-ચૅર
એવો દાવો કરવામાં આવે છે કે આ ચૅર માત્ર શરીર માટે સારી જ નહીં પણ એનાથી મૂડ પણ સારો રહે છે. દુનિયાભરમાં વપરાતી સ્ટાન્ડર્ડ ઑફિસ-ચૅર કરતાં આ ચૅરની ડિઝાઇન સાવ અલગ છે. આ ચૅરમાં ટેકો લેવા માટેની બૅક કે હાથ મૂકવા માટે આર્મ રેસ્ટ નથી. ચૅરની સીટ બે કાર્બન શેલ્સમાંથી બનાવવામાં આવી છે અને એને કારણે બેસનારની મૂવમેન્ટ પ્રમાણે ચૅર પણ હરતી-ફરતી રહે છે.
ADVERTISEMENT
આ વિચિત્ર ચૅરની ડિઝાઇન અમેરિકાની પ્રતિષ્ઠિત મૅસચ્યુસિટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીના વિજ્ઞાનીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમનો દાવો છે કે આ ચૅર પર બેઠા બાદ તમે તદ્દન વજનરહિત હોવાનું ફીલ કરી શકશો. એને કારણે મૂડ સારો રહેશે તથા વધુ સારો પર્ફોર્મન્સ આપી શકાશે. આ ચૅર પર બેસવાને કારણે લાગણીઓને ઉત્તેજિત કરવાનું કામ કરતી મગજની લિમ્બિક સિસ્ટમ ઍક્ટિવ થાય છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ ન્યુરોસાયન્સને આધારે બનાવવામાં આવેલી આ પહેલી ઑફિસ-ચૅર છે. અત્યારે આ ચૅરની કિંમત ૮૪૫૦ ડૉલર (અંદાજે ૪.૬૫ લાખ રૂપિયા) છે.