° °

આજનું ઇ-પેપર
Sunday, 16 May, 2021


બેસનારને હૅપી રાખવાની ગૅરન્ટી આપે છે આ વિચિત્ર ઑફિસ-ચૅર

20 August, 2012 05:32 AM IST |

બેસનારને હૅપી રાખવાની ગૅરન્ટી આપે છે આ વિચિત્ર ઑફિસ-ચૅર

બેસનારને હૅપી રાખવાની ગૅરન્ટી આપે છે આ વિચિત્ર ઑફિસ-ચૅર

letest-chairએવો દાવો કરવામાં આવે છે કે આ ચૅર માત્ર શરીર માટે સારી જ નહીં પણ એનાથી મૂડ પણ સારો રહે છે. દુનિયાભરમાં વપરાતી સ્ટાન્ડર્ડ ઑફિસ-ચૅર કરતાં આ ચૅરની ડિઝાઇન સાવ અલગ છે. આ ચૅરમાં ટેકો લેવા માટેની બૅક કે હાથ મૂકવા માટે આર્મ રેસ્ટ નથી. ચૅરની સીટ બે કાર્બન શેલ્સમાંથી બનાવવામાં આવી છે અને એને કારણે બેસનારની મૂવમેન્ટ પ્રમાણે ચૅર પણ હરતી-ફરતી રહે છે.

 

આ વિચિત્ર ચૅરની ડિઝાઇન અમેરિકાની પ્રતિષ્ઠિત મૅસચ્યુસિટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીના વિજ્ઞાનીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમનો દાવો છે કે આ ચૅર પર બેઠા બાદ તમે તદ્દન વજનરહિત હોવાનું ફીલ કરી શકશો. એને કારણે મૂડ સારો રહેશે તથા વધુ સારો પર્ફોર્મન્સ આપી શકાશે. આ ચૅર પર બેસવાને કારણે લાગણીઓને ઉત્તેજિત કરવાનું કામ કરતી મગજની લિમ્બિક સિસ્ટમ ઍક્ટિવ થાય છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ ન્યુરોસાયન્સને આધારે બનાવવામાં આવેલી આ પહેલી ઑફિસ-ચૅર છે. અત્યારે આ ચૅરની કિંમત ૮૪૫૦ ડૉલર (અંદાજે ૪.૬૫ લાખ રૂપિયા) છે.

20 August, 2012 05:32 AM IST |

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

બ્રિટનમાં હવે કોરોના વાઇરસનો ઇન્ડિયન વૅરિયન્ટ ફેલાતાં ગભરાટ

તાજેતરમાં જ લાંબા સમયના લૉકડાઉન પછી અનલૉક થયેલા બ્રિટનમાં કોરોનાવાઇરસના ઇન્ડિયન વૅરિયન્ટ B1.617.2નો ફેલાવો વધતાં કોવિડ ટેસ્ટ્સ અને વૅક્સિનેશનની ઝડપ વધારવામાં આવી છે

15 May, 2021 01:57 IST | London | Agency
ઈન્ટરનેશનલ સમાચાર

મોબાઇલ ફોનનાં કૉન્ટ્રૅક્ટ્સ મોંઘા ભાવે વેચનારી કંપનીને 2.87 અબજનો દંડ

મોબાઇલ કૉન્ટ્રૅક્ટ્સ વેચવા બદલ સ્થાનિક સૌથી મોટી ટેલિકમ્યુનિકેશન્સ કંપની ટેલેસ્ટ્રા પાસેથી પાંચ કરોડ ઑસ્ટ્રેલિયન ડૉલર (લગભગ ૨.૮૭ અબજ રૂપિયા)નો દંડ વસૂલ કરવાનો આદેશ ફેડરલ કોર્ટના જજે આપ્યો હતો.

14 May, 2021 02:29 IST | Canberra | Agency
ઈન્ટરનેશનલ સમાચાર

સ્વામીનારાયણ મંદિરના બાંધકામ વેળા શોષણ:US અદાલતમાં ભારતીય કામગારોએ ફરિયાદ કરી

અમેરિકાના ન્યુ જર્સીમાં સ્વામીનારાયણ મંદિરના બાંધકામ દરમ્યાન હ્યુમન ટ્રાફિકિંગ અને કાયદેસર જોગવાઈથી ઓછું વેતન ચૂકવવાના આરોપ સાથે ભારતીય કામગારોએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા વિરુદ્ધ લૉ સુટ ફાઇલ કર્યો છે

14 May, 2021 01:38 IST | New York | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK