નૉન-સબસિડાઇઝ્ડ LPG સિલિન્ડરના ભાવમાં ૧૧૩ રૂપિયાનો ઘટાડો

Published: 2nd December, 2014 05:36 IST

ઑઇલ કંપનીઓએ ગઈ કાલે જાહેર કર્યું હતું કે ૧૪.૨ કિલો LPG ભરેલા નૉન-સબસિડાઇઝ્ડ સિલિન્ડરની કિંમત ૮૬૫ રૂપિયાથી ઘટીને ૭૫૨ રૂપિયા કરવામાં આવી છે.

રસોઈ ગૅસના ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા બાદ ગ્રાહકોને બજારકિંમતે વેચાતા આ સિલિન્ડરની કિંમતોમાં ઑગસ્ટ પછી આ સતત પાંચમી વાર ઘટાડો થયો છે અને નૉન-સબસિડાઇઝ્ડ રસોઈ ગૅસમાં છેલ્લા પાંચ મહિનાનો કુલ ઘટાડો સિલિન્ડરદીઠ ૧૭૦.૫૦ રૂપિયાનો થયો છે. 

એ રીતે જેટ ફ્યુઅલની કિંમતોમાં ઑગસ્ટથી અત્યાર સુધીમાં ૧૪.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. આંકડામાં જોઈએ તો પાંચ મહિનામાં કિલોલિટરદીઠ ૧૦,૨૧૮.૭૬ રૂપિયાનો ધરખમ ઘટાડો થયો છે અને છેલ્લાં ત્રણ વર્ષમાં આ કિંમત પહેલી વાર દિલ્હીમાં ૬૦,૦૦૦ રૂપિયાથી નીચે ઊતરીને ૫૯,૯૪૩ રૂપિયા થઈ છે. મુંબઈમાં જેટ ફ્યુઅલનો ભાવ ટૅક્સ સાથે ૬૪,૪૧૪.૯૮ રૂપિયા કિલોલિટરદીઠ હતો એ ગઈ કાલથી ૬૧,૬૯૫ રૂપિયા થયો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK