Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાન સામે ભારતનું મોટું પગલું, રોકશે ત્રણ નદીઓનું પાણી

પાકિસ્તાન સામે ભારતનું મોટું પગલું, રોકશે ત્રણ નદીઓનું પાણી

21 February, 2019 08:14 PM IST | બાગપત

પાકિસ્તાન સામે ભારતનું મોટું પગલું, રોકશે ત્રણ નદીઓનું પાણી

ભારત શિખવશે પાકિસ્તાનને સબક!

ભારત શિખવશે પાકિસ્તાનને સબક!


પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સામે કડક વલણ અપનાવતા ભારત સરકારે પાકિસ્તાનને આપવામાં આવતા બિયાસ, રાવી અને સતલુજ નદીના પાણીને રોકવાનો નિર્ણય કર્યો છે. સરકારના તરફથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આ ત્રણ નદીઓ  પર બનેલા પ્રોજેક્ટ્સની મદદથી પાકિસ્તાનને આપવામાં આવી રહેલા પાણીને હવે પંજાબ અને જમ્મૂ કશ્મીરની નદીઓમાં પ્રવાહિત કરવામાં આવશે.

આ પહેલા બુધવારે નીતિન ગડકરીએ કહ્યું હતું કે પાકિસ્તાન જતી ત્રણ નદીઓનું પાણી પાછું યમુનામાં લાવવામાં આવશે. જેથી યમુના પાણીથી ભરપુર થઈ જશે.  આ પહેલા તેમણે અહીં 471 કરોડના ખર્ચે બનનારા બાગપત-મેરઠ હાઈવે પર બાગપત નગરના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો.

બાગપતમાં શ્રી કૃષ્ણ ઈન્ટર કોલેજ બાલૈનીમાં ખેડૂતોની ધન્યવાદ રેલીમાં તેમણે કહ્યું કે આવતા વર્ષ સુધીમાં ગંગામાં જળમાર્ગ પરિવહન 80 લાખ ટનથી વધારીને 280 લાખ ટન કરવામાં આવશે. તેમણે મેરઠમાં સાડા છ હજાર કરોડની યોજનાઓનું શિલાન્યાસ કર્યો હતો.

સિંધુ જળ સમજૂતી બની શકે બધા
પાકિસ્તાન જતા પાણીને રોકવા માટે સિંધુ જળ સમજૂતી વિઘ્ન બની શકે છે. કારણ કે ભારતના અધિકાકમાં આવતી ત્રણ નદીઓનું પાણી સિંધુ જળ સમજૂતી અંતર્ગત ન રોકી શકાય. આ પહેલા થયેલા ભારત અને પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન આ સમજૂતી પ્રભાવી રહી હતી. જો કે પુલવામામાં થયેલા હુમલા બાદ દેશભરમાં આક્રોશ છે. જે દરમિયાન ગડકરીએ આ જાહેરાત કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2019 08:14 PM IST | બાગપત

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK