પરસેવા અને પેશાબનાં સૅમ્પલ્સ સૂંઘીને કોરાનાના દરદીઓને પારખે છે આ ડૉગી

Published: 10th February, 2021 11:10 IST | Agency | New Delhi

રોગ-નિદાનની પદ્ધતિઓમાં સંકળાયેલી પ્રક્રિયાઓમાં વીતતા સમયની બચત માટે કોરોનાના દરદીઓને ઓળખવા-પારખવા માટે શ્વાનની સૂંઘવાની શક્તિનો ઉપયોગ લશ્કરી સત્તાવાળાઓ કરી રહ્યા છે.

આ છે કોરોના-પારખુ ડૉગ્સ
આ છે કોરોના-પારખુ ડૉગ્સ

રોગ-નિદાનની પદ્ધતિઓમાં સંકળાયેલી પ્રક્રિયાઓમાં વીતતા સમયની બચત માટે કોરોનાના દરદીઓને ઓળખવા-પારખવા માટે શ્વાનની સૂંઘવાની શક્તિનો ઉપયોગ લશ્કરી સત્તાવાળાઓ કરી રહ્યા છે. પોલીસ અને લશ્કરની શ્વાન ટુકડીઓ સૂંઘીને કૅફી પદાર્થ અને સ્ફોટક પદાર્થ ઓળખવા-પારખવાની ક્ષમતા માટે જાણીતી છે, પરંતુ બીમારી અને બીમારોને પારખવામાં તેમની એ સૂંઘવાની શક્તિના ઉપયોગનો પ્રયોગ નવો છે.

ભારતીય લશ્કરના ડૉગ્સ ટ્રેઇનિંગ સ્ક્વૉડના નિષ્ણાતોએ કૉકર સ્પેનિયલ જાતિના બે વર્ષના કૂતરા કેસ્પર અને તમિલનાડુની સ્થાનિક છિપ્પિપરાઈ જાતિની એક વર્ષની કૂતરી જયાને પેશાબ અને પરસેવાની ગંધ પરથી કોરોનાના દરદીઓને ઓળખવા-પારખવાની તાલીમ આપી છે. ગઈ કાલે દિલ્હી કૅન્ટોનમેન્ટની ૪૮ મિલિટરી વૅટરિનરી હૉસ્પિટલમાં સ્નિફર ડૉગ્સની કોરોનાના દરદીઓને પેશાબ-પરસેવાની ગંધ પરથી પારખવાની આવડતનું ડૅમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. એ વખતે ડૉગ હેન્ડલર્સે પીપીઈ કિટ્સ પહેરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK