ત્રણ દાયકા સુધી નૌકાદળની સેવામાં કાર્યરત રહેલા યુદ્ધજહાજ આઇએનએસ વિરાટને નિવૃત્ત કરીને તોડવા માટે જહાજવાડે મોકલવા બાબતે ‘જૈસે થે’ સ્થિતિ જાળવવાનો આદેશ સર્વોચ્ચ અદાલતની બેન્ચે આપ્યો હતો. ‘વિરાટ’ જહાજને સાચવીને એને મ્યુઝિયમ બનાવવા ઇચ્છુક કંપનીની અરજીની સુનાવણીમાં વડા ન્યાયમૂર્તિ શરદ બોબડેના વડપણ હેઠળની બેન્ચે ‘વિરાટ’ને તોડવા માટે જહાજવાડે મોકલવાની ઉતાવળ નહીં કરવા અને ‘સ્ટેટસ ક્વો’ જાળવવાનો આદેશ આપ્યો હતો.
બેન્ચે આ અરજી બાબતે કેન્દ્ર સરકાર તથા અન્ય સંબંધિત પક્ષોને નોટિસો મોકલીને જવાબો પણ માગ્યા હતા. એ વિમાનવાહક જહાજને ૨૯ વર્ષ કાર્યરત રાખ્યાં પછી ૨૦૧૭ના માર્ચ મહિનામાં સેવાનિવૃત્ત કરવામાં આવ્યું હતું. ૨૦૧૯ના જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકારે સંસદને જણાવ્યું હતું કે નૌકાદળ જોડે વિગતવાર ચર્ચા કર્યા પછી આઇએનએસ વિરાટ જહાજને ભંગારમાં કાઢવાનો નિર્ણય લેવાયો છે.
1 માર્ચથી રસીકરણમાં કોણ સામેલ, ક્યારે-ક્યાં અને કેવી રીતે મળશે વેક્સીન
27th February, 2021 17:39 ISTઆ મૉડલ ગાયે સ્ટાઈલમાં કર્યું Catwalk, વીડિયો જોઈને તમે હસી રોકી નહીં શકો
27th February, 2021 15:33 ISTશું છે CoWin App: જાણો કેવી રીતે કરી શકશો રજિસ્ટ્રેશન
27th February, 2021 15:25 ISTએક વ્યક્તિએ પોતાના ઘરને ઑટોમાં ફેરવ્યુ, આનંદ મહિન્દ્રાએ કર્યા વખાણ
27th February, 2021 15:05 IST