ચીનના વુહાન શહેરમાંથી નીકળેલો કોરોના વાઇરસ સતત પોતાનાં નવાં-નવાં સ્વરૂપ ધારણ કરતાં ખૂબ જ સંક્રમક થઈ રહ્યો છે. બ્રિટન, દક્ષિણ આફ્રિકા બાદ હવે જપાનમાં પણ કોરોના વાઇરસનો એક નવો મ્યુટેટ સ્ટ્રેન મળ્યો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કોરોના વાઇરસનો આ નવો સ્ટ્રેન બ્રિટનમાં જોવા મળેલા સ્ટ્રેનની જેમ જ ખૂબ જ વધુ સંક્રમક છે. કોરોના વાઇરસનો આ નવો સ્ટ્રેન અત્યાર સુધી જોવા મળ્યો નહોતો અને બ્રાઝિલથી પાછા આવેલા ૪ લોકોમાં જોવા મળ્યો છે.
નિક્કી એશિયાના રિપોર્ટ પ્રમાણે આ સંક્રમિત પેસેન્જરો બે જાન્યુઆરીના રોજ બ્રાઝિલથી જપાનના હનેદા ઍરપોર્ટ પર ઊતર્યા હતા. આ લોકોમાં મહિલા અને પુરુષ બન્ને સામેલ છે. આ તમામ લોકોનો ઍરપોર્ટ પર ટેસ્ટ થયો હતો અને હવે રિઝલ્ટ પૉઝિટિવ આવ્યા છે. જે ત્રણ લોકોમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે એમાં શ્વાસ લેવામાં મુશ્કેલી, તાવ અને ગળામાં મુશ્કેલી જોવા મળી છે.
10 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા, 20 લાખથી વધુને મળી ચૂકી છે વેક્સિન
26th January, 2021 10:45 ISTકોરોનામાં નોકરી ગુમાવનાર સૅલોંનો કારીગર નવા બિઝનેસને કારણે બની ગયો કરોડપતિ
26th January, 2021 08:56 ISTપાકિસ્તાને કોરોના વિરોધી રશિયન વૅક્સિન સ્પુતનિકને આપી મંજૂરી
25th January, 2021 11:33 ISTમીરા રોડના ચાર મિત્રો કોવિડ વૉરિયર માટે બન્યા રક્ષાકવચ
25th January, 2021 09:23 IST