હાઇ લા, સુરતની પ્રેમિકા વેવાણની રિ-એન્ટ્રી!

Updated: Jan 27, 2020, 15:36 IST | Mumbai

વેવાણ પાછી ફરી હોવાના સમાચાર આવતાં જ લોકોનાં ટોળે ટોળા પોલીસ સ્ટેશન નજીક ભેગાં થઇ ગયા. પ્રેમ પ્રકરણની મુખ્ય આરોપી ગણાય તેવી વેવાણ કોઇ સેલિબ્રીટી હોય તે રીતે લોકો તેને જોવા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા.

વેવાઇ વેવાણ ભાગી ગયાનાં સમાચાર ભારે વાઇરલ થયા
વેવાઇ વેવાણ ભાગી ગયાનાં સમાચાર ભારે વાઇરલ થયા

સુરતનાં વેવાઇ વેવાણનું પ્રેમ પ્રકરણ આજકાલ બહુ ચર્ચામાં છે. છોકરાંઓનાં લગ્નની ચિંતા કોરાણે મુકીને ભાગી ગયેલા વેવાઇ વેવાણની લવ સ્ટોરીમાં એક નવો જ વળાંક આવ્યો છે. સુરતની વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશને પ્રગટ થઇ છે. ભાગીને પાછી ફરેલી પત્નીને તેનો વર સ્વીકારવા તૈયાર નથી પણ તેના પિતા દીકરીને લેવા સુરત પહોંચી ગયા છે.
વેવાણ પાછી ફરી હોવાના સમાચાર આવતાં જ લોકોનાં ટોળે ટોળા પોલીસ સ્ટેશન નજીક ભેગાં થઇ ગયા. પ્રેમ પ્રકરણની મુખ્ય આરોપી ગણાય તેવી વેવાણ કોઇ સેલિબ્રીટી હોય તે રીતે લોકો તેને જોવા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા.
વિજલપોર પોલીસે તરત વેવાણનાં પતિ અને પરિવારને તેના પાછા ફર્યાના સમાચાર આપ્યા પરંતુ હવે તેના પતિને પત્નીને અપનાવવામાં કોઇ રસ નથી. આ તરફ વેવાણે પોલીસ સ્ટેશનમાં કબુલાત કરી કે પોતે અને તેના વેવાઇ સમજૂતીથી આ પ્રેમ પ્રકરણનો અંત લાવવા માગતા હોવાથી તે પાછા ફર્યા છે. વેવાઇ વેવાણની લવ સ્ટોરીએ ખુબ વાઇરલ થઇ છે અને લોકોને આ પ્રોઢ પ્રેમીઓની કથામાં બહુ રસ પડ્યો છે. પતિના ઘરેથી પ્રેમી સાથે ફરાર થયેલી આ મહિલા હવે ફરી પિતાને ઘરે જ જશે એમ લાગે છે કારણકે તેનો પતિ તેને સ્વીકારવા તૈયાર નથી. આ તરફ બે પરિવારો વચ્ચે લગ્ન નક્કી થયા હતા તે તો તુટી જ ગયા છે. ભાગી ગયેલા વેવાઇ વેવાણ યુવાનીના દિવસોમાં એક જ સોસાયટીમાં રહેતા હતા અને એકબીજાને પ્રેમ કરતા હતા. ત્યારે તેઓ પોતાના પ્રેમને કોઇ મંઝિલે ન પહોંચાડી શક્યા પણ પોતાના સંતાનોનાં લગ્ન અંદર અંદર નક્કી થતા હતા ત્યાં જૂના પ્રેમીઓનો પ્રેમ જાગ્યો અને તેઓ ભાગી ગયા. પાછી ફરેલી મહિલાની કથા હવે કેવી રીતે આગળ વધશે તે તો સમય જ બતાડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK