Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બાહુબલીનું ગીત અફલાતુન રીતે ગાનારા આ યુવાનની આવડત પર લોકો ફિદા

બાહુબલીનું ગીત અફલાતુન રીતે ગાનારા આ યુવાનની આવડત પર લોકો ફિદા

27 May, 2020 10:39 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

બાહુબલીનું ગીત અફલાતુન રીતે ગાનારા આ યુવાનની આવડત પર લોકો ફિદા

આ યુવક મન દઇને તેના ફોન પર તાનપુરાનો અવાજ લગાડીને આ ત્રણ મીનિટના વીડિયોમાં બાહુબલીનું કૌન હૈ વો ગાય છે.

આ યુવક મન દઇને તેના ફોન પર તાનપુરાનો અવાજ લગાડીને આ ત્રણ મીનિટના વીડિયોમાં બાહુબલીનું કૌન હૈ વો ગાય છે.


આજકાલ ઇન્ટરનેટ પર લોકો કંઇક પૉઝિટીવ શોધવા જાણે તરસતા હોય છે ત્યારે એક યુવકનો બાહુબલીનું ગીત ગાતો વીડિયો બહુ જ વાઇરલ થયો છે. જોતા લાગે છે કે હેમ ગામેતી ભીલ નામનો આ યુવક માત્ર શોખિયા ગાયક છે પણ તેની ગાવાની શૈલીને જાણે જરાક તાલીમની જરૂર હોય તેમ લાગે. ટેલેન્ટ તો ક્યાંય પણ છુપાયેલી હોઇ શકે છે તેનો આ પુરાવો છે. આ યુવક મન દઇને તેના ફોન પર તાનપુરાનો અવાજ લગાડીને આ ત્રણ મીનિટના વીડિયોમાં બાહુબલીનું કૌન હૈ વો ગાય છે.



તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી કહી શકાય છે કે તેણે આ વીડિયોને કેપ્શન આપ્યું છે નિશબ્દ અને મંત્રમુગ્ધ સુર.આ યુવકને તેના મિત્રો ગાવા માટે આગ્રહ કરે છે અને પહેલા ના કહ્યા બાદ તે અંતે બાહુબલીનો ટ્રેક ગાય છે. તેની ગાયકીની પ્રસંશા કરવામાં શબ્દો ઓછા પડે એમ છે અને તે તો તમે પોતે વીડિયો જોઇને સમજી જ ગયા હશો કે અમે શા માટે આવું કહીએ છીએ. આ ઓરિજીનલ ગીત છે.


કૌન હૈ વો ગીત એમએમ કરીમે કમ્પોઝ કર્યું હતું અને તેના શબ્દો મનોજ મુંતાશિરે લખ્યા છે તથા અવાજ કૈલાશ ખૈર તથા મૌનિમાએ આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2020 10:39 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK