ગરમ પાણીના ઝરાઓને લીધે મંગળ પર જીવન હોવાની શક્યતા : નાસા

Published: Nov 06, 2011, 01:07 IST

અમેરિકાની અવકાશી સંશોધન સંસ્થા નાસા (નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન)ના જણાવ્યા મુજબ મંગળ પર ગરમ પાણીના ઝરાઓને કારણે ત્યાં જીવન વિકસ્યું હોવાની સંભાવના છે. ‘નેચર’ નામના જર્નલમાં પ્રસિદ્ધ થયેલા આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે પૃથ્વી પર પણ ગરમ પાણીના ફુવારાઓને કારણે જીવન વિકસ્યું છે ત્યારે મંગળ પર પણ એ કારણભૂત હોઈ શકે છે. વૈજ્ઞાનિકોના મત અનુસાર મંગળ પર જીવન ગરમ પાણીની આસપાસ હૂંફાળી માટીમાં વિકસ્યું હોવું જોઈએ. આ માટીનો અભ્યાસ કરવા માટે નાસા ૨૦૧૩માં લાલ ગ્રહ પર અવકાશયાન મોકલશે.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK