બાળ ઠાકરેના પરિવારને સાંત્વના આપવા નરેન્દ્ર મોદી માતોશ્રીમાં

Published: 21st November, 2012 04:08 IST

શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેના મૃત્યુ બદલ દુ:ખ વ્યક્ત કરવા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે માતોશ્રીમાં શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને તેમના કુટુંબીજનોની મુલાકાત લીધી હતી તેમ જ એમએનએસના અધ્યક્ષ અને બાળ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરે સાથે ફોન પર વાત કરીને તેમને સાંત્વન આપ્યું હતુ.’



બાળ ઠાકરેનાં અંતિમ દર્શન માટે દેશભરમાંથી અનેક લોકોએ રવિવારે શિવાજી પાર્કમાં હાજરી આપી હતી, પણ ગુજરાતમાં ડિસેમ્બરમાં થઈ રહી ચૂંટણીના પ્રચારમાં નરેન્દ્ર મોદી વ્યસ્ત હોવાથી તેઓ રવિવારે હાજર રહી શક્યા નહોતા. મંગળવારે પ્રચારમાંથી સમય મળતાં જ તેઓ મુંબઈ આવ્યા હતા અને બપોરે ઉદ્ધવ ઠાકરે સહિત તમામ પરિવારને મળીને તેમની સાથે ૪૦ મિનિટ વિતાવી હતી. માતોશ્રીમાંથી નીકળ્યાં બાદ ઍરપોર્ટ પર પહોંચતાં જ તેમણે રાજ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી.

સચિન તેન્ડુલકર માતોશ્રી પહોંચ્યો

બાળ ઠાકરેના અંતિમ સંસ્કાર થયા એના બીજા દિવસે સોમવારે ઠાકરેપરિવારને દિલાસો આપવા ક્રિકેટર સચિન તેન્ડુલકર પત્ની અંજલિ સાથે માતોશ્રી ગયો હતો. શનિવારે બાળ ઠાકરેનું અવસાન થયું એ વખતે સચિન અમદાવાદમાં ઇંગ્લૅન્ડ વિરૂદ્ધ ટેસ્ટ-મૅચ રમી રહ્યો હતો એથી તે બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા નહોતો આવી શક્યો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK